તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુકંપા:અમરેલીમાં 54 મજુરાેને રાશન કીટ અને ચપ્પલનું વિતરણ કર્યું

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનુકંપા ટ્રસ્ટ અને દિવ્યા ફાઉન્ડેશન સહિત દાતાઅાેનાે અાર્થિક સહયાેગ

કાેરાેના મહામારી અને લાેકડાઉનના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લાેકાેની અાર્થિક સ્થિતિ ડામાડાેળ થઇ છે. ત્યારે છેવાડાના વર્ગ સુધી મદદ પહાેંચાડવા અનુકંપા ટ્રસ્ટ તેમજ ડાે. કાનાબાર અને પી.પી.સાેજીત્રાના માર્ગદર્શન હેઠળ અાજે અમરેલીમા 54 મજુરાેને રાશન કીટ અને ચપ્પલનુ વિતરણ કરવામા અાવ્યું હતુ. માેટાભાગના વેપાર ધંધા બંધ હાેવાથી હાથ લારીમા માલસામાનની હેરફેર કરતા મજુર લાેકાે કામ વગરના થઇ ગયા હતા. તેમના માટે અાજીવિકા ચલાવવાનાે પ્રશ્ન ઉભાે થયાે હતાે. ત્યારે 54 જેટલા મજુરાેનાે સંપર્ક કરી તેમને બાેલાવવામા અાવ્યા હતા અેન ચાર્ટડ અેકાઉન્ટન્ટ અે.ડી.રૂપારેલ, અગ્રણી વેપારી જીતુભાઇ ગાેળવાળાના હસ્તે રાશન કીટનુ વિતરણ કરાયુ હતુ.

પરિવારમા ચાર વ્યકિતને 15 દિવસ ચાલે તેટલી અા રાશન કીટ ઉપરાંત મજુરાેને દિલીપભાઇ ઉંધાડના અાર્થિક સહયાેગથી ચપ્પલનુ પણ વિતરણ કરાયુ હતુ. અા કાર્યક્રમમા અનુકંપા ટ્રસ્ટના જયેશભાઇ ટાંક, કમલેશભાઇ ગરાણીયા, વિપુલભાઇ ભટ્ટી, ચેતનભાઇ રાવળ, નયનભાઇ જાેષી, લાલાભાઇ, ભાર્ગવભાઇ, શનિભાઇ, યાેગેશભાઇ, દિપકભાઇ, મધુભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...