નારાજગી:સાવરકુંડલા બેઠક પર ટિકિટ ન મળતાં દાવેદારોમાં નારાજગી, સમજાવટ બાદ મામલો થાળે પડ્યો

અમરેલી17 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ત્યારે કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાતાં નારાજગી જોવા મળી રહી છે. સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક સૌથી વધુ દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવી હતી. ત્યારે અહીં પૂર્વ કૃષિ મંત્રી પૂર્વ ધારાસભ્ય કક્ષાના લોકોએ દાવેદારો નોંધાવી હતી, પરંતુ ટિકિટ મહેશ કસવાળાને મળતા કકળાટ સાથે ગણગણાટ ચાલતો હતો. જ્યારે આજે મોટી સંખ્યામાં કાર્યકરો પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાની કાર્યાલય પહોચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, ઉમેદવાર મહેશ કસવાળા દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

આ અંગે પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયાએ જણાવ્યું હતું કે, મારા કાર્યાલય પર મહેશભાઈ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં આવ્યા હતા જે અને આંતરિક નારાજગી હતી તે સાંભળીને મામલો થાળે પાડ્યો હતો અને જેને ટિકિટ આપી છે તેમને જીતાડવા બધા એકમત થયા હતા.

ઉમેદવાર મહેશ કસવાળાએ જણાવ્યું હતું કે, અહીં સ્થાનિક મુદાઓની ચર્ચા કરી નાના-મોટી ગેરસમજ દૂર કરી છે. મને તો ગૌરવ છે અહીંના કાર્યકરો આગેવાનો પર. બધાએ સંકલપ લીધો છે, તમામ કાર્યકરો મને જંગી બહુમતીથી જીતાડશે.

અન્ય સમાચારો પણ છે...