તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને હાલાકી:વિવાદથી ખેતીવાડીના 80 ટ્રાન્સફોર્મર ઉભા ન થયા, હજુ 364 વીજપોલ પણ વિવાદમાં

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝોડાના 90 દિવસ બાદ ખેતીવાડીના 404 ફીડર કાર્યરત
  • વીજ કંપની દ્વારા આવનાર સમયમાં પોલીસની મદદ લઇ વિવાદીત ટ્રોન્ફોર્મરનો પ્રશ્ન હલ કરાશે: સમારકામ વખતે ખેડૂતોને હાલાકી

અમરેલી જિલ્લામાં વાવાઝોડાના 90 દિવસ બાદ ખેતીવાડીના અસરગ્રસ્ત 404 ફીડર ફરી વખત કાર્યરત થયા છે. અહી વિજ તંત્ર વિજ પુરવઠો શરૂ કરવા માટે જુદા જુદા વિસ્તારમાં 1.70 લાખ વિજપોલ અને 23 હજાર ટ્રાન્સર્ફોમર નવા નાખ્યા છે. જો કે જુદાજુદા વિવાદના કારણે 80 ટ્રાન્સફોર્મર અને 364 વિજપોલ ઉભા કરવાનું કામ અટકી પડ્યું છે.વીજ કંપની દ્વારા અમરેલી જિલ્લામાં વાવાઝોડા દરમિયાન પડેલા વીજ પોલ અને ટ્રાન્સપોર્ટ ઉભા કરવાની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ જુદા જુદા વિસ્તારમાં જમીન અને અન્ય વિવાદના કારણે 80 જેટલા ટ્રાન્સફોર્મર ઉભા કરવાનું કામ અટકી પડ્યું છે.

એટલું જ નહીં ખેડૂતોના વિરોધ અને અન્ય કારણોસર 364 વીજપોલ પણ ઉભા થયા નથી હવે વીજ કંપની દ્વારા આવનારા સમયમાં પોલીસની મદદ લઇ આ ટ્રાન્સફોર્મર અને વીજપોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અમરેલી જિલ્લામાં 404 વિજ ફીડર અસરગ્રસ્ત થતા વિજ પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે અમરેલી જિલ્લામાં ખેતીવાડીના 1.50 લાખ જેટલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ વરસાદ ખેંચાતા પાકને પાણીની જરૂરીયાત ઉભી થઈ હતી.

અમરેલી જિલ્લામાં 450 કોન્ટ્રાકટરની ટીમ અને વિજ તંત્રની ટીમે સતત 90 દિવસ સુધી વિજ લાઈનનું સમારકામ કર્યું હતું. અંતે જિલ્લામાં 10 થી 20 ઓગ્સ્ટ સુધીમાં ખેતીવાડીના તમામ ફીડર કાર્યરત કરી દેવાયા હતાં.

હજુ પણ 75 હેવી લાઇનના પોલ ઉભા કરવાના બાકી
અમરેલી વિજ વર્તુળ કચેરીના ઈજનેર વનરાએ જણાવ્યું હતું કે આમ તો જિલ્લામાં ખેતીવાડીમાં સંપૂર્ણ વિજ પુરવઠો કાર્યરત થયો છે. હજુ 75 ભારે લાઇનનાવિજપોલ અને 289 હળવી લાઇનના વિજપોલ ઉભા કરવાના બાકી છે. જે આગામી દિવસોમાં પોલીસની મદદથી ઉભા કરવાની કાર્યવાહી કરાશે.

અનેક જગ્યાએ ખેતીવાડી વીજળી આપવામાં ધાંધિયા
અમરેલી જિલ્લામાં ખેતીવાડી વિસ્તારમાં ભલે વિજ વિભાગે સરકારી ચોપડે વિજ પુરવઠો કાર્યરત કરી દીધો છે. પણ હજુ પણ અમરેલી જિલ્લામાં અનેક ફીડરમાં થ્રીફેસ વિજળીમાં ધાધીયા જોવા મળે છે. જેના કારણે ખેડૂતો પરેશાન છે.

1.70 લાખ વીજપોલ અને 23 હજાર ટ્રાન્સફોર્મર નખાયા
અમરેલી જિલ્લામાં વીજતંત્રએ અત્યાર સુધીમાં 1.70 લાખ નવા વીજપોલ ઊભા કર્યા છે. આ ઉપરાંત 23000 ટ્રાન્સફોર્મર પણ નવા નખાયા છે. જેના કારણે લગભગ તમામ વિસ્તારમાં ખેતીવાડીનો વીજપુરવઠો શરૂ કરી શકાયો છે.

અન્ય સમાચારો પણ છે...