બેઠક:શાળાઓના જર્જરિત રૂમો પાડવાની મંજુરી, દતક બાળકોના નામ સુધારણા સહિતની ચર્ચા

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
બેઠકમાં ચેરમેન, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સહિતના હાજર રહ્યાં. - Divya Bhaskar
બેઠકમાં ચેરમેન, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સહિતના હાજર રહ્યાં.
  • અમરેલીમાં જિલ્લા શિક્ષણ સમિતીની બેઠક મળી

અમરેલીમા જિલ્લા પંચાયતમા શિક્ષણ શાખા ખાતે જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક મળી હતી. બેઠકમા શાળાઓમા નવા રૂમની માંગણી, નવા ધોરણો શરૂ કરવા તેમજ ભૌતિક સુવિધા મુદે ચર્ચા વિચારણા કરવામા આવી હતી.

જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઇ દુધાત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જી.એમ.સોલંકી, મધુબેન ચૌહાણ, વિપુલભાઇ રાંક, શારદાબેન મોર, કમળાબેન ભુવા, હિમતભાઇ દેત્રેાજા, ભાનુબેન શિયાળ વિગેરેની હાજરીમા આ બેઠક મળી હતી.

બેઠકમા શાળાઓના જર્જરિત રૂમો પાડવાની મંજુરી, દતક બાળકોના નામ સુધારણા, શાળાઓમા નવા રૂમોની માંગણી, નવા ધોરણો શરૂ કરવા તેમજ શાળાએાની ભૌતિક સુવિધાઓ બાબતે ચર્ચા વિચારણા કરી નિર્ણયો લેવાયા હતા. વિપુલભાઇ દુધાતે આગામી સમયમા જિલ્લા કક્ષાનો ગણિત મહોત્સવ યોજવા પણ આયોજન અંગે પ્રસ્તાવના રજુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...