મુંઝવણ:રાજુલામાં નવરાત્રી પૂર્વે બજારમાં ખરીદી ન નીકળતા વેપારીમાં નિરાશા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવલા નાેરતાને હવે ગણતરીના દિવસાે બાકી છે. જાે કે રાજુલાની બજારમા ખરીદી ન નીકળતા વેપારીઅાે નિરાશ જાેવા મળી રહ્યાં છે. તંત્ર દ્વારા રાત્રીના 12 વાગ્યા સુધી જ મંજુરી અાપવામા અાવતી હાેય સંચાલકાે દ્વારા પણ કાેઇ અાયાેજન કરાયુ નથી. તેમજ પાલિકા દ્વારા પણ મેદાનાેની કાેઇ સફાઇ કરવામા અાવી રહી નથી. અા વખતે અહીના ખેલૈયાઅાેમા નવરાત્રી પુર્વે જ નિરાશા જાેવા મળી રહી છે. ખેલૈયાઅાે ટ્રેડીશનલ ડ્રેસ ભાડે મેળવવા તેમજ બાળાઅાે ચણીયાચાેળી ખરીદવા પણ બજારમા નજરે પડતા નથી. હાલ લાેકાે માત્ર માતાજીની ચુંદડી, ફુલહારની ખરીદી કરી રહ્યાં છે.

અહીના વેપારીઅાેનુ કહેવુ છે કે લાેકાે નવરાત્રી પુર્વે નવી નવી ખરીદી કરતા હાેય છે પરંતુ અા વખતે નિરૂત્સાહ જાેવા મળી રહ્યાે છે.અા ઉપરાંત જે સ્થળે નવરાત્રીનુ અાયાેજન થતુ હાેય છે તેવા વિસ્તારમા પાલિકા દ્વારા પણ હજુ સુધી કાેઇ સફાઇની કામગીરી હાથ ધરવામા નથી અાવી. અમુક વિસ્તારમા તાે સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમા છે. ત્યારે પાલિકા દ્વારા સફાઇ અને સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામા અાવે તેવી પણ માંગ ઉઠી રહી છે. જાે કે રાજુલામા અેકંદરે નવરાત્રી મહાેત્સવ ઉજવવા કાેઇ ઉત્સાહ જાેવા મળી રહ્યાે નથી. તેમજ શહેરમા હજુ સુધી સાેસાયટી કે શેરીઅાેમા નવરાત્રીનુ કાેઇ અાયાેજન કરાયુ નથી. અહી ન તાે મંડપ ઉભાે કરાયાે છે કે ન તાે કાેઇ રાેશનીનાે શણગાર. જેને પગલે ખેલૈયાઅાેમા પણ નિરાશા જાેવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...