તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંદકીના ગંજ:અમરેલીના જિલ્લા પંચાયત રોડ પર અનાજ ગોડાઉન પાસે ગંદકીના ગંજ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા યોગ્ય સફાઇ કરવામાં આવે તેવી વેપારીઓમાં માંગ ઉઠી

અમરેલીના જિલ્લા પંચાયત રોડ પર આવેલ અનાજના ગોડાઉન પાસે ગંદકીના ઢગ સર્જાયા છે. અહીં પાલિકા સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવી રહી છે. ત્યારે વહેલી તકે અહીં યોગ્ય સફાઈ કરવા વેપારીઓમાં માંગ ઉઠી છે.અમરેલી શહેરમાં સફાઈનો પ્રશ્ન લોકોના માથાના દુ: ખાવા સમાન બન્યો છે. શહેરની સોસાયટીઓની સાથે સાથે મુખ્ય માર્ગો પર ચારેતરફ ગંદકી જ નજરે ચડે છે.

જેના કારણે સ્થાનિક લોકોની સાથે સાથે વેપારીઓ પણ પરેશાન બન્યા છે. ત્યારે શહેરના જિલ્લા પંચાયત રોડ પર આવેલ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગના અનાજ ગોડાઉનની દીવાલ પાસે લાંબા સમયથી ગંદકીના ઢગ સર્જાયા છે ઉપરાંત ગંદકીના કારણે અત્યંત ખરાબ દુર્ગંધ ફેલાતા સ્થાનિક દુકાન ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. તેવા સમયે નગરપાલિકા દ્વારા વહેલી તકે યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી વેપારીઓમાં માંગ ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો