ગંદકીના ગંજ:અમરેલી શહેરમાં પુરવઠા નિગમની ઓફિસના કમ્પાઉન્ડમાં ગંદકીના ગંજ

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યંત દુર્ગન્ધથી કર્મચારીઓ પરેશાન છતાં સફાઈ નહી, યોગ્ય કરવા માંગ

અમરેલીમાં પુરવઠા નિગમની ઓફિસના કમ્પાઉન્ડમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાયેલ છે. જેના કારણે સમગ્ર કમ્પાઉન્ડ ગંદકીમય બન્યું છે. અત્યંત દુર્ગંધ અને મચ્છરના ત્રાસથી કર્મચારીઓ પરેશાન બન્યા છે. છતાં પણ આજ સુધી અહી યોગ્ય સફાઈ કરવામાં આવી નથી.

અમરેલીના સ્ટેશન રોડ પર આવેલ પુર‌વઠા નિગમની ઓફિસના સુત્રોએ જણાવ્યું હતું કે હનુમાનપરા મેઈન રોડ પરથી વરસાદી પાણી ઓફિસ કમ્પાઉન્ડમાં આવી રહ્યું છે. અહી ભૂગર્ભ ગટર સાથે કનેકશન ન હોવાથી તેમનો નિકાલ થતો નથી. જેના કારણે નિગમના ગોડાઉન પાસે અને ઓફિસ કમ્પાઉન્ડમાં પાણી જ ભરાયેલા રહે છે. હવે અત્યારે વરસાદી પાણી ગંદકીમાં પરીવર્તન પામ્યું છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે.

ગોડાઉનમાં અનાજના જથ્થાને બગડતો અટકાવવા માટે પાળ બાંધવી પડી છે. તેમજ દુર્ગન્ધ અને મચ્છરથી બચવા માટે કર્મચારીઓને બારી - દરવાજા બંધ રાખવા પડે છે. તેમ છતાં પણ હજુ સુધી અહી કોઈ જ પ્રકારની સફાઈ હાથ ધરવામાં આવી નથી. અહી આવતા કર્મચારી અને લોકોને ગંદા પાણીમાંથી જવું પડે છે. આવીને આવી પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં આ વિસ્તારમાં રોગચાળો ભરડો લે તો નવાઈ નહી.

અન્ય સમાચારો પણ છે...