તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:અમરેલી શહેરમાં પુરવઠા નિગમ ગોડાઉન પાસે રસ્તા પર જ ગંદકી

અમરેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાલિકા ઓફિસ પાસે યોગ્ય સફાઇ કરાવે તેવી લોક માંગ. - Divya Bhaskar
પાલિકા ઓફિસ પાસે યોગ્ય સફાઇ કરાવે તેવી લોક માંગ.
 • સફાઈના અભાવે મચ્છરનો ઉપદ્રવ વધતા સ્થાનિક લોકો પરેશાન

અમરેલીના સ્ટેશન રોડ પર આવેલ પુરવઠા નિગમની ઓફિસ પાસે ગંદકીના ઢગ સર્જાયા છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા સમયથી સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. અમરેલીના અનેક વિસ્તારોમાં યોગ્ય સફાઈ ન થતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે. શહેરના સ્ટેશન રોડ પર પુરવઠા નિગમ કચેરીની દીવાલ પાસે ચારે તરફ કચરો એકત્રીત થઈ ગયો છે.

જેના કારણે અહીં રેઢિયાળ પશુઓ પડયા રહે છે. રસ્તામાં રેઢિયાળ પશુઓના અડિંગાથી વાહન ચાલકોને પરેશાન છે. ઉપરાંત અહીં સફાઈના અભાવે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાલિકાના સફાઈ કર્મીઓ સમયસર સફાઈ કરતા ન હોવાની સ્થાનિક લોકોમાં ફરિયાદ છે. ત્યારે નગરપાલિકા વહેલી તકે પુરવઠા નિગમ ઓફિસ પાસે યોગ્ય સફાઈ કરાવે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો