અમરેલી જિલ્લા કલેકટર ઓફિસમાં પાણીના પોઈન્ટ ઉપર જ ગંદકી જોવા મળે છે. અહી પાન મસાલાની પીચકારીઓથી સમગ્ર દિવાલ ચિત્રી મારવામાં આવેલ છે. જેના કારણે અરજદારોને પીવાનું પાણી પણ ગળે ઉતરતું નથી. વહિવટી તંત્ર જિલ્લા કલેકટર ઓફિસમાં ગંદકી ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
જિલ્લા કલેકટર ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોર પર મામલતદાર કચેરી અને જનસેવા કેન્દ્ર કાર્યરત છે. અહી દિવસમાં હજારો અરજદારો કામગીરી માટે આવે છે. પણ જનસેવા કેન્દ્ર પાસે આવેલ પાણીના પોઈન્ટ પર અરજદારો અને વ્યસની કર્મચારીઓની દયાથી સમગ્ર દિવાલ પાન મસાલાની પિચકારીઓથી ચિતરવામાં આવી છે.
જેના કારણે પાણીના પોઈન્ટ પર લોકો આવે તો પાણી પીધા વગર જ નીકળી જાય છે. આજદિન સુધી આ દિવાલ પર કોઈ જ પ્રકારની સફાઈ કરવામાં આવી નથી. આવા સંજોગોમાં જિલ્લા કલેકટર ઓફિસમાં પાન મસાલા પર પ્રતિબંધ લગાવવો જરૂરી બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.