તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં પાલિકા સામે રોષ:અમરેલીના પાણી દરવાજા નજીક ગંદકીના ઢગ, મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ભય

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
લોકોને અહીથી પસાર થવું મુશ્કેલ બન્યું. - Divya Bhaskar
લોકોને અહીથી પસાર થવું મુશ્કેલ બન્યું.
 • સફાઈનો અભાવના કારણે લોકોમાં પાલિકા સામે રોષ ફેલાયો, સફાઇ કરવી જરૂરી

અમરેલી શહેરના અનેક વિસ્તારમાં સમયસર સફાઈ ન થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. શહેરના છેવાડાના વિસ્તારમાં પાંચ દિવસે પણ સફાઈ થતી નથી. અમરેલીના પાણી દરવાજા પાસે સ્વામિનારાયણ મંદિર પાસે છેલ્લા દસ દિવસથી ગંદકીના ઢગ જોવા મળે છે. તેમ છતાં પણ આજ દિન સુધી નગરપાલિકાએ અહીં સફાઇ હાથ ધરી નથી. તેમજ પાણી દરવાજા રોડ પર રેઢિયાળ પશુઓનો અડીંગો જમાવીને બેઠા હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે.

પાણી દરવાજા પાસે રહેતા 65 વર્ષીય વૃદ્ધે જણાવ્યું હતું કે લાંબા સમયથી અહીં સફાઈ કરવામાં આવી નથી. લોકો એક જ જગ્યાએ કચરો નાખી ચાલ્યા જાય છે. ગંદકીના પગલે અત્યંત ખરાબ દુર્ઘન આવે છે. અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. લોકોને ઘરમાં પણ મચ્છર રહેવા દેતા નથી. નગરપાલિકા દ્વારા પાણી દરવાજા પાસે સમયસર સફાઈ કરે તેવી લોક માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો