તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યૂ:ખાંભામાં શિકારની શોધમાં દીપડી ખુલ્લા કૂવામાં ખાબકી, વન વિભાગ દ્વારા સલામત રીતે બહાર કાઢવામા આવી

અમરેલીએક મહિનો પહેલા
  • કૂવામાં ખાબક્યા બાદ મેડા પર બેસી જતા દીપડીનો બચાવ થયો

અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લા કૂવમાં વધુ એકવાર જંગલી પાણી ખાબકવાનો મામલો સામે આવ્યો હતો. ખાંભામાં કૂવામાં એક દીપડી ખાબકતા વન વિભાગ દ્વારા સલામત રીતે દીપડીનું રેસ્ક્યૂ કરવામા આવ્યું હતું.

ખાંભા શહેરમા સ્મશાન નજીક રાજુભાઇ શેઠની વાડી આવેલ છે જેમાં એક ખુલ્લો કૂવો આવેલો છે. આજે સવાલે આ કૂવામાં શિકારમાં રહેલી એક દીપડી અકસ્માતે ખાબકી હતી. જો કે, કૂવામાં આવેલા મેડા પર દીપડી બેસી જતા સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ દ્વારા દીપડીનું રેસ્ક્યૂ કરી સલામત રીતે બહાર કાઢવામા આવી હતી. દીપડીને પાંજરે પૂર્યા બાદ જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...