તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલ્ટીમેટમ:પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓને માર માર્યાના આક્ષેપનો મામલો, દિલીપ સંઘાણીએ કહ્યુ- અમે એક દિવસ રાહ જોઈશું, કાર્યવાહી નહીં થાય તો આગામી રણનીતિ ઘડીશું

અમરેલી14 દિવસ પહેલા

અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓને માર મારવાનો મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ કહ્યું કે, અમે એક દિવસ રાહ જોઈશું,. જો ASP સામે પગલાં લેવામાં નહીં આવે તો અમે NGO, સામાજિક સંસ્થા અને ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી દિવસમાં શું કાર્યક્રમ યોજવા તેની રણનીતિ ઘડીશું. જો કે, સાથે સંઘાણીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે, મુખ્યમંત્રી આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે.

શું હતો સમગ્ર મામલો?અમરેલીમાં આજે યોજનારા વેક્સિનેશનના કાર્યક્રમમાં સીઆર પાટિલ હાજરી આપવાના હોય ભાજપના કાર્યકર્તાઓ ગઈકાલે રાત્રિના કાર્યક્રમની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે ASP અભય સોની દ્વારા કાર્યકર્તાઓને પૂછપરછ વગર ગાળાગાળી કરી મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. બે કાર્યકર્તાઓને ગઈકાલે રાત્રિના હોસ્પિટલમાં દાખલ કરતા પ્રભારી મંત્રી, સાંસદ સહિતના ભાજપના નેતાઓ હોસ્પિટલ પર દોડી ગયા હતા અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.

પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની હાજરીમાં આજે વેક્સિનેશનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, અમારો મુખ્ય હેતુ સેવાનો હતો. જેથી અમે સેવાના બદલે કાર્યકર્તાઓ આંદોલનના માર્ગે ના ચડે તે માટે શાંત રહ્યા. હવે અમારી માગ છે કે, જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી થાય. જો કાર્યવાહી નહીં થાય તો, સામાજિક સંસ્થા, NGO અને ભાજપના કાર્યકર્તાઓ સાથે બેસી આગામી રણનીતિ ઘડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો