અકસ્માતની ભીતિ:અમરેલીમાં જેશીંગપરા નજીક ઠેબી નદી પરનો પુલ જર્જરિત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માતની ભીતિ

અમરેલીમા જેશીંગપરા નજીક ઠેબી નદી પરનો પુલ વર્ષો જુનો છે. અહી બાજુમા જ નવો ઓવર બ્રિજ પણ બનાવાયો છે. પરંતુ તેમ છતા આ જુના પુલ પરથી અનેક વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થતા હોય છે. આ પુલની બંને સાઇડમા રેલીંગ પણ નથી.

આ જુના પુલ પરથી પણ દરરોજ અનેક વાહનો પસાર થઇ રહ્યાં છે. ત્યારે કોઇ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ? તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યાં છે. આ પુલ પર ભુતકાળમા અનેક અકસ્માતો થયા છે અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. આ પ્રશ્ને વોર્ડ નં-9ના સદસ્ય ઇકબાલભાઇ બીલખીયા દ્વારા પણ કમિશ્નરને રજુઆત કરી હતી જેમ જણાવાયું હતુ કે આ જર્જરિત પુલને બંધ કરી તોડી પાડવામા આવે તેવી માંગણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...