તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારમાર્યો:ડેડાણમાં ખડના નિંદામણ મુદ્દે દિયરે ભાભીને ફટકારી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડી વડે ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી

ખાંભા તાલુકાના ડેડાણમા ખડનુ નિંદામણ કરવા મુદે દિયરે ભાભી સાથે બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

વૃધ્ધાને મારમાર્યાની અા ઘટના ખાંભાના ડેડાણમા બની હતી. અહી રહેતા હિમબાઇબેન ઉનડભાઇ ચાૈહાણ (ઉ.વ.60) નામના વૃધ્ધાઅે ખાંભા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે ખેતરમા કામ કરી રહ્યાં હતા ત્યારે તેમના દિયર જાદવભાઇઅે પાળાના ખડ નિંદામણ મુદે બાેલાચાલી કરી હતી. તેમણે ધક્કાે મારી પછાડી દઇ ઇજા પહાેંચાડી હતી.

અા ઉપરાંત રવજીભાઇઅે પણ લાકડી વડે મારમાર્યાે હતાે. અને મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.બી.મહેરા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...