પોલીસ ફરીયાદ:ભાણીયાને જમવા બોલાવતા દિયરે ભાભીને મારમાર્યો, લાકડી વડે ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદ તાલુકાના હેમાળમા રહેતા એક મહિલાએ તેના ભાણીયાને જમવા બોલાવતા તેનુ મનદુખ રાખી તેના દીયરે બોલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા નાગેશ્રી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મહિલાને મારમાર્યાની આ ઘટના જાફરાબાદના હેમાળમા બની હતી. અહી રહેતા શાંતુબેન બાલુભાઇ નાગર (ઉ.વ.30) નામના મહિલાએ નાગેશ્રી પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તેણે સાંજના આઠેક વાગ્યે તેના ભાણીયાને ઘરે જમવા બોલાવ્યો હતો.

જેથી દિયર સોમાતભાઇ અને તેના પત્નીને સારૂ ન લાગતા તેઓ ઘરે આવી બોલાચાલી કરી હતી.આ બંનેએ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ બાલુભાઇને પણ લાકડી વડે મારમારી ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ પી.ડી.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...