તહેવાર:અમરેલીની બજારોમાં દિવાળી પૂર્વે ફુલનું ધૂમ વેંચાણ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની સરખામણીમાં ગલગોટામાં કિલોએ 30 ઘટ્યા તો ગુલાબના ભાવ ડબલ

દિવાળીમાં લોકો મંદિર, ઓફિસ અને ઘરને ફુલોથી શણગાર કરતા હોય છે. જેના કારણે દિવાળી પૂર્વે ફુલ બજારમાં લોકોની ખરીદી વધી છે.

ફુલના વેપારી અમીતભાઈ બકલીયાએ જણાવ્યું હતું કે અત્યારે ગત વર્ષ કરતા પણ ફુલની ખરીદી સારી જોવા મળે છે. સૌથી વધારે દિપાવલીના દિવસે ફુલની ખરીદી વધશે. પણ ગત વર્ષની કરતા ફુલની આવકમાં ઘટાડો થયો છે. પાછળથી પડેલા વરસાદના કારણે ફુલના વાવેતરમાંથી પાન ખરી ગયા હતા. જેના કારણે ફુલના પાકને નુકશાન પહોંચ્યું હતું.

અત્યારે ગલગોટા બોટાદ અને ગુલાબ વડોદરા પંથકમાંથી આવી રહ્યા છે. અહી ગત વર્ષ કરતા ગોટાના ભાવમાં રૂપિયા 30 નો પ્રતિ કિલો ઘટોડા થયો છે. બીજી તરફ ગુલાબની માંગ વધારે હોવાથી ગુલાબના ફુલના ભાવ ડબલ થઈ ગયા છે. એક ફુલહારનું રૂપિયા 30માં વેંચાણ થઈ રહ્યું છે. ફુલ બજારમાં તેજી આવતા વેપારીઓ પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

ક્યા ફુલનો પ્રતિ કિલો કેટલો ભાવ?

ગલગોટારૂ. 100
ગુલાબરૂ. 500
સેવન્ટી વાઈટકરૂ. 250
એક નંગ કમળરૂ. 40
અન્ય સમાચારો પણ છે...