અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધારેશ્વર ગામ નજીક ધાતરવડી ડેમ 1 થોડા દિવસો પહેલા ઓવરફ્લો થયા બાદ આજે લોકો દ્વારા વધામણાં કરવા આવ્યા હતા અહીં રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપ અગ્રણી રવુભાઈ ખુમાણના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં લોકો ડેમ ઉપર પોહચી વધામણાં કર્યા હતા. જેમાં શહેર ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ,ચેમ્બર ઓફ કોમર્સ વેપારી સહિત અલગ અલગ સંસ્થા,આસપાસના ખેડૂત અગ્રણીઓ પણ જોડાયા હતા.
ધારેશ્વર નજીક ધાતરવડી ડેમ1 ઓવરફ્લો થવાના કારણે આસપાસના ગામડાના ખેડૂતો અને રાજુલા શહેરને વધુ ફાયદો થવાના કારણે લોકો ઉત્સાહિત બનીને વધામણાં કરવા અહીં આવ્યા હતા ફૂલ હાર શ્રીફળ સાથે અહીં વધામણાં કાર્યકમ યોજાયો હતો. અહીં ઉપસ્થિત અગ્રણી પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણ એ કહ્યું અહીં આ ડેમ ભરાવવાના કારણે ગામડાના લોકોને પાણીનો પ્રશ્નન હલ થયો છે ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે જેના કારણે બધા લોકો હરખમાં આવી અહીં વધામણાં કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.