તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધારીના 2 વ્યાજખોર અને ચિતલના 4 લેન્ડગ્રેબર્સ મળી કુલ 6 આરોપીને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે. પોલીસે લોકોમાં ભયનો ખાફ ફેલાવનાર તત્વો સામે પાસાનું શસ્ત્ર ઉગામતા ગુનાહિત કાર્યમાં સંડોવાયેલ આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.
ધારીના પ્રેમપરાના હરિકૃષ્ણનગરમાં રહેતા વાસુર બેચરભાઇ બલદાણીયા અને ભરત ધનજીભાઇ ઢોલા જરૂરીયાતમંદ લોકોને ગેરકાયદેસર પૈસા આપી ઊંચા વ્યાજે પૈસા વસુલતા હતા. જેના કારણે બંને સામે ધારી પોલીસમાં વ્યાજખોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે ધારી પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરી હતી. જેના કારણે જિલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓકે વાસુર બલદાણીયાને હિંમતનગરની સબ જેલ અને ભરત ઢોલાને ગોધરા સબ જેલમાં પાસા હેઠળ ધકેલવાનો હુકમ કર્યો હતો.
તો બીજી તરફ અમરેલી તાલુકાના ચિતલમાં રામજી નથુભાઇ ચારોલા, ગંગુબેન દોલુંભાઇ મંદુરીયા, મુકેશભાઇ તાજુભાઇ ચારોલા અને શોભાબેન દેવરાજભાઇ વાઘેલાએ અન્યની બિનખેતી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી દારૂની ભઠ્ઠી ચલાવતા હતા. જેના કારણે તેમની સામે તાલુકા પોલીસમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે ચારેય આરોપીની પાસાની દરખાસ્ત જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરી હતી. જેના કારણે મેજીસ્ટ્રેટે રામજી ચારોલાને કચ્છની પાલરા જેલ, ગંગુબેન મંદુરીયાને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ, મુકેશ ચારોલાને સુરતની લાજપોર જેલ અને શોભાબેન વાઘેલાને પોરબંદરની સ્પેશ્યલ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.