હુમલો:પ્રેમલગ્ન બાબતે સમાધાન કરવા જતા યુવક પર ધારિયાથી હુમલો

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલા તાલુકાના ગાધકડાનો બનાવ
  • બે શખ્સે બાેલાચાલી કરી મારી નાખવાની ધમકી અાપી

સાવરકુંડલા તાલુકાના ગાધકડામા પુત્રીઅે કરેલા પ્રેમલગ્ન મુદે સમાધાન કરવા જતા બે શખ્સાેઅે યુવક પર ત્રિશુલ અને ધારીયા જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી ધમકી અાપતા તેણે અા બારામા સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા પાંચાભાઇ ભાણાભાઇ બારૈયા (ઉ.વ.38) નામના યુવકે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમની દીકરીઅે અેક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હાેય જેથી તેઅાે સમાધાન કરવા માટે ગયા હતા.

અા દરમિયાન હંસાબેન ભીખાભાઇ પરબત અને પ્રવિણભાઇ ભીખાભાઇ પરબતે તેમની સાથે બાેલાચાલી કરી ત્રિશુલ અને ધારીયા વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી અાપી હતી.જયારે હંસાબેન ભીખાભાઇ પરબતે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પુત્રઅે પ્રેમલગ્ન કર્યા હેાય તેનુ મનદુખ રાખી પાંચા ભાણાભાઇ બારૈયા, અંજવાળીબેન, હિમતભાઇ અને ગણપતભાઇઅે બાેલાચાલી કરી કુહાડી અને પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અેઅેસઅાઇ વાય.જી.રાઠાેડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...