ધારીમાં પ્રેમપરામાં રહેતા એક મહિલાને તેના પતિ સાથે અણબનાવ બન્યો હોય જેથી તે માવતરે હોય તેમની જ જ્ઞાતિના એક શખ્સે તારા પતિ સાથે સમાધાન કરતી નહી કહી મારકુટ કરી હતી. તેમજ પુત્ર અને માતાને મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
મહિલાને મારમાર્યાની આ ઘટના ધારીમા લીંબડીયાના પુલ પાસે બની હતી. પ્રેમપરામા રહેતા પ્રતિભાબેન પિયુષભાઇ દેવમુરારી (ઉ.વ.34) નામના મહિલાએ ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન પંદરેક વર્ષ પહેલા પિયુષ મનુભાઇ દેવમુરારી સાથે થયા હતા. છએક વર્ષ પહેલા પતિ સાથે અણબનાવ બનતા તેઓ માવતરે મોરઝર ગામે રહે છે.
તેઓ બેરોજગાર હોય જેથી જ્ઞાતિના ધવલભાઇ વિષ્ણુકુમાર નિમાવત નામનો શખ્સ તેને કામ અપાવવા માટે બહાર લઇ જતો હતો અને સંપર્કમા આવ્યો હતો. ઘણી વખત મોબાઇલમા સાથે ફોટા પણ પાડેલા હતા. ધવલે તેને કહ્યું હતુ કે તારા પતિ કે સાસરીયા સાથે સમાધાન કરતી નહી.
જો કે કુટુંબના વડીલોની સમજાવટથી સમાધાન થઇ ગયુ હતુ અને તેઓ સાસરે રહેવા આવી ગયા હતા. પરંતુ ધવલે તારા પતિ સાથે સમાધાન કેમ કર્યુ કહી મારકુટ કરી હતી. તેમજ તેના પુત્ર અને માતાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ વી.વી.ડાભી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.