અપહરણ:ધારીની મહિલાનું અપહરણ કરી સીમમાં ઝાડ સાથે બાંધી દઇ બિભત્સ માંગણી કરી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના પતિ સાથે માથાકુટ થઇ હાેય પાડાેશી યુવાને અાચરેલંુ કૃત્ય

ધારીના 40 વર્ષીય પરિણિતાઅે પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે કિશન દુરા પરમાર નામનાે શખ્સ તેનુ અપહરણ કરી ગયાે હતાે. તેના પતિ સાથે બે દિવસ પહેલા બાેલાચાલી થઇ હાેય તેનુ મનદુખ રાખી અા શખ્સ રાત્રે તેના ઘરે અાવ્યાે હતાે. અને તારા ઘરવાળાને પાેલીસ લઇ ગઇ છે તારે પાેલીસ સ્ટેશને જવાનુ છે તેમ કહી તેને બાઇક પર બેસાડી છતડીયા અને માેરઝર વચ્ચે સીમમા અવાવરૂ જગ્યાઅે બાવળની કાટમા લઇ ગયાે હતાે. અહી કિશન દુરાઅે દાેરી વડે અા મહિલાને બાવળ સાથે બાંધી દીધી હતી અને શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી.

જેના ઇનકાર કરતા અા શખ્સે બાવળની લાકડી વડે તેને અાડેધડ મારમાર્યાે હતાે. અેટલુ જ નહી છરી વડે અાંખ અને કપાળના ભાગે ઇજા પહાેંચાડી હતી. બાદમા અા જ શખ્સે મહિલાના કાૈટુંબિક ભાઇને ઘટના સ્થળે બાેલાવ્યાે હતાે જે અા મહિલાને પાેતાની સાથે ધારી લઇ ગયાે હતાે. ઘટના અંગે મહિલાઅે પતિને વાત કરતા તેને સારવાર માટે અમરેલી સિવીલમા ખસેડાઇ હતી.

છરીથી મહિલાના વાળ કાપી નાખ્યા
કિશન પરમારે અા મહિલાને બાવળ સાથે બાંધી દીધા બાદ છરી વડે માથાના પાછળના ભાગે વાળ કાપી નાખ્યા હતા. મહિલાને બેફામ મારમાર્યાે હાેય શરીર પર લાેહી મરી ગયાના ડાઘ પડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...