તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધારી પાસે ટ્રેકટર પલટી ખાતાં 1 મજુરનું માેત, અન્ય સારવારમાં

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખીચા ગામથી ધારી જમવા માટે જઇ રહ્યાં હતા ત્યારે સર્જાયાે અકસ્માત

ધારી તાલુકાના ખીચામા દાહાેદથી જીઇબીના મજુરીકામે અાવેલ અેક મજુર ટ્રેકટરમા બેસીને ધારી જમવા માટે જઇ રહ્યાે હતાે ત્યારે ટ્રેકટર પલટી ખાઇ જતા તેનુ માેત નિપજયું હતુ. જયારે અન્ય મજુરાેને સામાન્ય ઇજા પહાેંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

ટ્રેકટર પલટી ખાઇ જતા યુવકના માેતની અા ઘટના ધારી ખીચા રાેડ પર બની હતી. દાહાેદના અાતરચુબા ગામથી અહી જીઇબીના મજુરીકામે અાવેલ અલ્કેશ મનીયાભાઇ ભુરીયા નામનાે યુવક ખીચા ગામથી રાત્રીના સમયે ધારી જમવા માટે ટ્રેકટર નંબર જીજે 13 અેઅાર 9892મા જઇ રહ્યાે હતાે. ત્યારે ટ્રેકટરના ચાલક ગણપત શંકરભાઇ નીનામાઅે સ્ટીયરીંગ પરનાે કાબુ ગુમાવતા ટ્રેકટર પલટી ખાઇ ગયુ હતુ.

અલ્કેશભાઇ ટ્રેકટર હેઠળ દબાઇ ગયા હતા. તેમને બહાર કાઢી 108 અેમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ધારી દવાખાને ખસેડવામા અાવ્યાં હતા. અહી ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યાે હતાે. બનાવ અંગે વિપુલભાઇ ભુરીયાઅેે ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી હતી. વધુ તપાસ પીઅાઇ અેલ.કે.જેઠવા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...