વરણી:જિલ્લા યુથ કાેંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાતા દેવરાજ બાબરિયા

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપપ્રમુખ પદે સુહાગિયા અને મહામંત્રી પદે હિરાણી ચૂંટાયા
  • ​​​​​​​6108 મતમાંથી 3552 મત મેળવ્યા: સૌ લોકોએ તેમના આવકાર્યા

અમરેલી જિલ્લા યુથ કાેંગ્રેસના હાેદેદારાે માટે અાેનલાઇન ચુંટણી હાથ ધરવામા અાવતા સાૈથી વધુ મત મેળવી પ્રમુખ પદે દેવરાજભાઇ બાબરીયા ચુંટાઇ અાવ્યા હતા.અમરેલી જિલ્લા યુથ કાેંગ્રેસની અા ચુંટણી અાેનલાઇન કરવામા અાવી હતી. જેમા મુખ્યત્વે ત્રણ ઉમેદવારાે હતા. વિદ્યાર્થીકાળથી જ યુવાનાેનુ પ્રતિનિધિત્વ કરતા દેવરાજ બાબરીયા ઉપરાંત સાવરકુંડલાના ભાૈતિક સુહાગીયા તથા રવિ હિરાણી અા ચુંટણીના ઉમેદવાર હતા. યુથ કાેંગ્રેસના અાેનલાઇન સભ્યાેની નાેંધણી કરવામા અગ્રિમ ભુમિકા ભજવનાર દેવરાજભાઇ બાબરીયાને કુલ 6108 મતમાથી 3552 મત મેળવ્યા હતા.

અામ સાૈથી વધુ મત મેળવ્યા હાેવાથી તેઅાે યુથ કાેંગ્રેસના પ્રમુખ બન્યા હતા. અાવી જ રીતે બીજા નંબરે 1619 મત મેળવનાર સાવરકુંડલાના ભાૈતિક સુહાગીયા જિલ્લા યુથ કાેંગ્રેસના ઉપપ્રમુખ પદે ચુંટાયા હતા. જયારે રવિ હિરાણીની મહામંત્રી પદે વરણી થઇ હતી. અા ઉપરાંત અમરેલી વિધાનસભા વિસ્તારના પ્રમુખ તરીકે માેહનીસ ગાેંડલીયા, લાઠી બાબરા વિસ્તારના પ્રમુખ તરીકે રાજુભાઇ કનાડા, સાવરકુંડલા લીલીયા વિસ્તારના પ્રમુખ તરીકે કુમન રૈયાણી, રાજુલા જાફરાબાદના પ્રમુખ તરીકે ઘનશ્યામભાઇ વાઘ અને ધારી બગસરાના પ્રમુખ તરીકે હિરેનભાઇ સલાની વરણી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...