પવિત્ર શ્રાવણ માસના આરંભ સાથે જ અમરેલી જિલ્લામા શિવાલયોમા હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો છે. સવારથી જ શિવભકતોએ શિવાલયોમા ભગવાન ભેાળાનાથને બિલ્વપત્ર, દુધનો અભિષેક કરી દર્શન કર્યા હતા. શિવાલયોમા ભકતોની ભારે ભીડ જોવા મળી હતી.અમરેલીની મધ્યમા આવેલ સુપ્રસિધ્ધ નાગનાથ મહાદેવ મંદિર ખાતે પણ સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત અહીના ભીડભંજન મહાદેવ, મુકતેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ સહિતના શિવાલયોમા પણ ભકતોએ દર્શન કર્યા હતા.
આ ઉપરાંત બાબરામા નિલકંઠ મહાદેવ, રિધ્ધેશ્વર મહાદેવ, અજબેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવના મંદિરોમા પણ ભાવિકોની ભીડ જામી હતી. અહી ભુદેવો દ્વારા મહાપુજા અને મહાઆરતી કરવામા આવી હતી. અહીના પંચકુંડ ખાતે નિલકંઠ મહાદેવ મંદિરના મહંત ભાવેશગીરીબાપુએ મહાદેવને ફુલોની રંગોળી કરી શણગાર કર્યો હતો. તો લાલકા ગામે ગંગનાથ મહાદેવ મંદિરે પણ મહાપુજા અને મહાઆરતી, પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અહી પુ.લક્ષ્મણગીરીબાપુએ ભકતો માટે વ્યવસ્થા જાળવી હતી.
અહી કાળુભાઇ સોની દ્વારા મહાદેવને થાળ ધરાવાયો હતો.જયારે લીલીયા પંથકમા પણ શિવાલયોમા ભારે ભીડ જોવા મળી હતી. અહીના નિલકંઠ મહાદેવ, ભીડભંજન મહાદેવ, અંટાળેશ્વર મહાદેવ, ભેંસવાડીયા મહાદેવ, ભીમનાથ મહાદેવ વિગેરે શિવાલયોમા ભાવિકોએ દર્શન કર્યા હતા. તસવીર: જયેશ લીંબાણી, રાજુ બસીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.