ડાયવર્ઝન:દેવકા - કુંભારિયા વચ્ચે ડાયવર્ઝન, વૈકલ્પિક રૂટ શરૂ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંભારીયાથી રાજુલા જવા ભેરાઇ ચાેકડી પરથી પસાર થવાનું રહેશે

રાજુલા ડુંગર રાેડ પર દેવકા તથા કુંભારીયા વચ્ચે નદી પર ડાયવર્ઝન પરના તમામ વાહનાે તેમજ પગપાળા જનાર વ્યકિતઓએ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવા તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પડાયુ છે. દેવકા તથા કુંભારીયા વચ્ચે નદી પર ડાયવર્ઝન બનાવાયુ હાેય અહીથી પસાર થતા વાહનાે તેમજ પગપાળા જનાર વ્યકિતઅાેને વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનુ રહેશે. જેમા ભારે વાહનાેએ ડુંગર ટી જંકશન, વિકટર રાેડ, ભેરાઇ ચાેકડી, રાજુલા રાેડ પરથી પસાર થવાનુ રહેશે.

આ ઉપરાંત રાજુલાથી ડુંગર જતા વાહનાેએ પણ તે મુજબના ઉલટા રૂટથી પસાર થવાનુ રહેશે. હળવા વાહનાેએ કુંભારીયાથી રાજુલા જવા માટે કુંભારીયા, જાેલાપર, રાજુલા વાયા ભેરાઇ ચાેકડી રાેડ પરથી પસાર થવાનુ રહેશે. આ ઉપરાંત હળવા વાહનાેએ દેવકાથી મહુવા તથા જેસર તરફ જવા માટે દેવકા નિંગાળા મહુવા રાેડ પરથી પસાર થવાનુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...