તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:પાલિકા 60 લાખના ખર્ચે વિકાસના કામો કરાશે

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 35 લાખના ખર્ચે માર્ગોનું મજબૂતીકરણ કરાશે

જાફરાબાદ નગરપાલિકા દ્વારા 60 લાખના ખર્ચે શહેરમાં વિવિધ વિકાસના કાર્યોનો પ્રારંભ કરશે. અહીં 35 લાખના ખર્ચે રસ્તાઓના મજબૂતીકરણ યોજના હેઠળ શહેરમાં વિવિધ વિસ્તારમાં આરસીસી રોડ બનાવશે. તેમજ સ્વચ્છતા અભિયાનની કામગીરી પણ હાથ ધરાશે.જાફરાબાદ નગરપાલિકાનું પ્રમુખ કોમલબેન બારીયા અને ચીફ ઓફિસર ચારૂબેન મોરી સંચાલન સંભાળી રહ્યા છે.

અહીં નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કાર્યોની સાથે સ્વચ્છતા અભિયાન પર ભાર રાખવામાં આવે છે. ત્યારે જાફરાબાદમાં હીરાભાઈ સોલંકી અને સરમણભાઈ બારીયાના પ્રયત્નથી આગામી દિવસોમાં શહેરમાં 60 લાખના ખર્ચે નગરપાલિકા વિવિધ વિકાસના કામો હાથ ધરશે.જાફરાબાદમાં 35 લાખના ખર્ચે રસ્તાઓનું મજબૂતીકરણ અને સ્વચ્છતા ભારત મિશન હેઠળ 28 લાખના ખર્ચે શોચાલય અને બ્લોકની કામગીરી હાથ ધરશે. આ કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જતા આગામી દિવસોમાં શહેરમાં વિકાસના કાર્યોનો પ્રારંભ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો