અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના દેવળકી ગામમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને એસટી બસ સેવા અનિયમિત મળી રહી હોવાની ફરિયાદ ઉઠી છે. અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનો હલ ન થતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ દેવળકી ગામ પાસે ચક્કાજામ કરી રોષ વ્યકત કર્યો હતો.
વડીયાના દેવળકી ગામથી વિદ્યાર્થીઓ અને રત્નકલાકારો અપડાઉન કરતા હોય છે. પરંતુ, ગામમાં એસટીની સેવા અનિયમિત હોય લોકોને ભારે મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો બાદ પણ સુવિધા નિયમિત ન મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ રોષે ભરાયા હતા અને ગામ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. દેવળકી ગામના લોકો દ્વારા પોતાના ગામમાં સમયસર બસ આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.