રેલ આંદોલન:ધારાસભ્યના સમર્થનમાં અર્ધનગ્ન હાલતમાં છાવણીમાં પહાેંચે એ પહેલા વકિલની અટકાયત

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ કાેંગ્રેસના નેતા અર્જુન માેઢવાડીયાઅે ઉપવાસી છાવણીની મુલાકાત લીધી

રાજુલામા રેલવેની જમીન પાલિકાએ બગીચાે બનાવવા માટે માંગી હતી. પરંતુ રેલવે સતાધીશાે દ્વારા અહી હદ બાંધવાની પ્રક્રિયા શરૂ થતા ધારાસભ્ય અંબરીશ ડેરે કામગીરી અટકાવી હતી. જેને પગલે તેમની અટકાયત કરાઇ હતી. જાે કે ધારાસભ્ય દ્વારા અહી ઉપવાસ આંદાેલન શરૂ કરાયુ છે. ત્યારે તેમના સમર્થનમા અર્ધનગ્ન હાલતમા વકિલ છાવણી સુધી પહાેંચે તે પહેલા તેમની પાેલીસે અટકાયત કરી લીધી હતી. તાે આજે પ્રદેશ કાેંગ્રેસના નેતા અર્જુન માેઢવાડીયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લઇ રેલરાેકાે આંદાેલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

રેલવેની જમીન મુદે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ઉપવાસ અાંદાેલન શરૂ કરાયુ છે. તેના સમર્થનમા વકિલ નવેચતન પરમારે ધારાસભ્યના સમર્થનમા સુત્રાેચ્ચાર કર્યા હતા જાે કે તે છાવણી સુધી પહાેંચે તે પહેલા યાર્ડ નજીકથી પાેલીસે તેની અટકાયત કરી લીધી હતી. તાે બીજી તરફ અાજે પ્રદેશ કાેંગ્રેસ નેતા અર્જુન માેઢવાડીયા રાજુલા દાેડી અાવ્યા હતા અને ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. અહી તેમણે રેલવેની જમીનનુ નિરીક્ષણ પણ કર્યુ હતુ.

અર્જુન માેઢવાડીયાઅે અાક્ષેપાે કરી જણાવ્યું હતુ કે ભાજપના નેતાઅાે રેલવેના અધિકારીઅાેને દબાવે છે. રેલવે જમીન સાચવવા માટે પાલિકાને અાપે અને પાલિકા દ્વારા અહી બગીચાે સહિત સુવિધા ઉભી કરવામા અાવે તાે સુવિધામા વધારાે થાય તેમ છે. જાે કે ભાજપના નેતાઅાે હવનમા હાડકા નાખવાનુ કામ કરી રહ્યાં છે. તેમણે અેમપણ જણાવ્યું હતુ કે રેલવે તંત્ર દ્વારા સહકાર અાપવામા નહી અાવે તાે રેલરાેકાે અાંદાેલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામા અાવી હતી.

બાબરામાં અાહિર અેકતા મંચનુ અાવેદન
તાે બીજી તરફ બાબરામા અાહિર અેકતા મંચ દ્વારા ધારાસભ્ય ડેરના સમર્થનમા મામલતદારને અાવેદન પાઠવ્યુ હતુ. જેમા જણાવાયું હતુ કે રાજુલામા રેલવેની જમીનનાે સદઉપયાેગ કરવામા અાવતા અમુક પક્ષના નેતાઅાેના ઇશારે કાર્યવાહી બંધ કરવામા અાવી છે અને ધારાસભ્યની અટકાયત કરાઇ છે જેને વખાેડી કાઢવામા અાવી હતી. અહી પાર્થભાઇ કાેઠીવાળ, રાજુભાઇ, ભાવેશભાઇ, મિલનભાઇ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...