હુકમ:ચૂંટણી પૂર્વે 8030 લોકો સામે અટકાયતી પગલાં

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથાભારે શખ્સો સામે પાસા અને હદપારીના પણ હુકમ : તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફલેગમાર્ચ

અમરેલી જિલ્લામા શાંતીપુર્ણ માહોલમા મતદાન યોજાય તે માટે પોલીસે અગાઉથી જ અટકાયતી પગલાનો દોર શરૂ કર્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીમા પોલીસે 8030 લોકો સામે કાયદાની વિરૂધ્ધ અટકાયતી પગલા લઇ તેમના જામીન લીધા છે.

જિલ્લામા સ્થાનિક પોલીસ ફોર્સ ઉપરાંત સીએપીએફના જવાનોની પણ ફાળવણી કરવામા આવી છે. મતદાન પુર્વે લોકોમા કોઇ જાતનો ડર ન રહે અને નિર્ભિક રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ અને પેરા મિલેટરી ફોર્સના જવાનો જુદાજુદા પોલીસ મથક વિસ્તારમા સતત પેટ્રોલીંગ કરી રહ્યાં છે. જવાનો વિવિધ વિસ્તારમા ફુટ પેટ્રોલીંગ કરે છે. જિલ્લા પોલીસવડા હિમકર સિંહ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર સતત દેખરેખ રાખી રહ્યાં છે.

બીજી તરફ ભુતકાળમા ગુનાખોરીમા સંડોવાયેલા શખ્સો સામે અટકાયતી પગલાઓનો દોર પણ શરૂ કરાયો છે. સીઆરપીસીની વિવિધ કલમો હેઠળ અત્યાર સુધીમા 8030 શખ્સોની અટકાયત કરવામા આવી છે. ઉપરાંત નામચીન ગુનેગારો અને અસામાજીક તત્વો સામે આકરા પગલા પણ લેવાયા છે. 89 શખ્સો સામે પાસા તળે કાર્યવાહી કરાઇ છે. જયારે 238 શખ્સો સામે હદપારીનો હુકમ કરાયો છે. ઉપરાંત પ્રોહિ એકટ 93 મુજબ 1087 શખ્સો સામે કાર્યવાહી કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...