તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:વડિયામાં મુખ્ય માર્ગ પર ગટર ઉભરાવાની સમસ્યાથી હાલાકી

વડીયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજુઅાતને પગલે માેટા પાઇપ નાખવાનું કામ શરૂ થતા રાહત

વડીયામા સુરગપરામા પાેસ્ટ અાેફિસની બંને બાજુ મુખ્ય માર્ગ પર અવારનવાર ગટર ઉભરાવાની સમસ્યાથી લાેકાે તાેબા પાેકારી ઉઠયાં હતા. અા અંગે રજુઅાત કરાતા તંત્ર દ્વારા તાબડતાેબ અહી ગટરમા માેટા પાઇપ નાખવાની કામગીરી શરૂ થતા લાેકાેઅે રાહત અનુભવી હતી. અહીના સુરગપરામા માર્ગની બંને સાઇડમા વારંવાર ગટર ઉભરાતી હતી જેને પગલે અહીથી પસાર થતા રાહદારીઅાે અને વાહન ચાલકાેને મુશ્કેલી પડી રહી હતી.

અા પ્રશ્ને ઉપસરપંચ છગનભાઇ ઢાેલરીયાને રજુઅાત કરવામા અાવી હતી. અાજે અહી તંત્ર દ્વારા જેસીબીની મદદથી માેટા પાઇપ નાખવાની કામગીરી શરૂ કરવામા અાવી હતી. જેથી હવે ગટર ઉભરાવાની સમસ્યામાથી લાેકાેને મુકિત મળશે.

અન્ય સમાચારો પણ છે...