રજૂઆત:રાજુલામાં વીજ ધાંધીયાથી હાલાકી, આગેવાનોએ તંત્રને રજૂઆત કરી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવારનવાર વીજળી ગુલ થતા લોકોના અગત્યના કામો અટકી પડે છે

રાજુલામા પાછલા કેટલાક સમયથી વિજ ધાંધીયા જોવા મળી રહ્યાં છે. અહી અવારનવાર વિજળી ગુલ થઇ જતી હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. આ પ્રશ્ને અહીના આગેવાના દ્વારા વિજ તંત્ર સમક્ષ રજુઆત કરી છે. રાજુલા પાલિકાના પુર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન રવુભાઇ ખુમાણ દ્વારા વિજ તંત્રના ઉચ્ચ અધિકારીઓને કરેલી રજુઆતમા જણાવ્યું હતુ કે ગત વાવાઝોડા બાદ લોકોને નિયમિત વિજ પુરવઠો મળી રહે તે માટે વિજ તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ કરવામા આવ્યો. જો કે તેમ છતા શહેરમા અવારનવાર વિજ પુરવઠો ખોરવાઇ રહ્યો છે.

જેના કારણે લોકોના અગત્યના કામો પણ અટકી પડે છે.તેમણે રજુઆતમા વધુમા જણાવ્યું હતુ કે ખાસ કરીને વેપારીઓ ભારે અગવડતા પડી રહી છે. અનિયમિત વિજળી મળી રહી હોય અને વેપારીઓએ તો ઇન્વટર વસાવી લીધા છે. વિજ તંત્ર પાસે પુરતો સ્ટાફ અને પુરતા વાહનો હોવા છતા અવારનવાર વિજ ફોલ્ટ સર્જાય રહ્યો છે. રાજુલા શહેર સાથે 15 ગામડાઓ પણ જોડાયેલા છે. લોકોને નિયમિત વિજ પુરવઠો મળી રહે તેવી કાર્યવાહી કરવા તેમણે માંગણી કરી હતી.

પાણી વિતરણ સમયે પણ હાડમારી
શહેરમા અવારનવાર વિજળી ગુલ થઇ જાય છે. જે વિસ્તારમા પાણીનો વારો હોય તેવા સમયે જ વિજળી ગુલ થઇ જાય છે જેના કારણે પાણી વિતરણ વખતે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...