અમરેલી જિલ્લામા આવેલ સાવરકુંડલા ડીવીઝન હેઠળ આવતા અલગ અલગ 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જે દારૂ ઝડપાયા બાદ પોલીસ કબ્જામાં રાખવામાં આવતો હોય છે. તે તમામ દારૂના જથ્થા આજે નાશ કરાયો હતો. જેમાં રાજુલા,જાફરાબાદ, પીપાવાવ મરીન,ડુંગર,જાફરાબાદ મરીન,નાગેશ્રી,સહિત પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ બિયર સહિત દારૂની અલગ અલગ બ્રાન્ડનો દારૂ એકઠો કરી બુલડોઝર ફેરવી દીધું હતું. રાજુલા શહેરમાં આવેલા લીલાપીરની ધાર નજીક આ મોટા પ્રમાણમાં દારૂનો જથો નાશ કર્યો હતો. સાથે આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી કુલદીપસિંહ વાળા,મામલતદાર સંદીપ સીહ જાદવ,ડી.વાય.એસ.પી.હરેશ વોરા અને સ્થાન પોલીસ અધિકારીઓ ઉપસ્થિતિ વચ્ચે આ દારૂનો નાશ કર્યો હતો. 1900 ઉપરાંતની વિદેશી દારૂની બોટલો ઉપર હુલડોઝર ફેરવી દીધું હતુ. ત્યારબાદ દુર્ગંધ ન મારે તે માટે નગરપાલિકા ફાયર દ્વારા પાણી છટકાવ કર્યો હતો.
અલગ અલગ વિસ્તારના પોલીસ સ્ટેશનના દારૂના જથ્થો નાશ થશે-DYSP
સાવરકુંડલા ડી.વાય.એસ.પી.હરેશ વોરાએ જણાવ્યું હતુ કે, પોલીસ દ્વારા પકડી પડાયયેલા દારૂના જથાનો નાશ કર્યો અને આવતીકાલે સાવરકુંડલા ધારી અલગ અલગ પોલીસ સ્ટેશનનો દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.