તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગ તૂટી ગયા:પ્રાદેશિક કમિશ્નરનો હુકમ છતાં અમરેલી પાલિકાએ 1 વર્ષ સુધી રસ્તો રીપેર ન કર્યો

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરને રકમ ન ચૂકવવા કહ્યું છતાં ચૂકવી દીધી : તપાસ મંગવામાં આવી

અમરેલીના વોર્ડ નંબર 7માં ત્રણ રસ્તાઓની કામગીરીમાં ભેળસેળ યુક્ત મટીરીયલ્સ વાપરવામાં આવતા માર્ગ તૂટી પડ્યો હતો. જેની રજૂઆત પાલિકા સદસ્યે ભાવનગર પ્રાદેશિક કમિશનરને કરી હતી. પ્રાદેશિક કમિશનરે રસ્તો રીપેરીંગ કરવા એક વર્ષ પહેલા હુકમ કર્યો હતો. છતાં પણ નગરપાલિકા અને કોન્ટ્રાકટરે આજ દિન સુધી કામગીરી કરી નથી.

અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સદસ્ય સમીરભાઇ કુરેશીએ જિલ્લા કલેક્ટર, ભાવનગર પ્રાદેશિક કમિશનર અને પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7માં 19 જુન 2020માં તીન બત્તીથી માઇસરોવરની દરગાહ, માઈ સરોવરમાની દરગાહથી બાબા ફરીદ ચોક અને ખડપીઠથી કબીરચોક કસ્બાવાડ વિસ્તારમાં સિમેન્ટ કોંક્રેટ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ રસ્તાની કામગીરીમાં ભેળસેળ યુક્ત મટીરીયલ્સ વપરાતા માર્ગ તૂટી ગયા છે. વર્ક ઓર્ડર મુજબ રસ્તાની જાળવણી ત્રણ વર્ષ કામ કરનાર એજન્સી કરી રહી છે.

શહેરમાં વોર્ડ નંબર 7માં તૂટેલા રસ્તા અંગે સદસ્યે ભાવનગર પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી હતી. જેના કારણે પ્રાદેશિક કમિશનરે 8 જુલાઈ 2020ના રોજ પાલિકા ચીફ ઓફિસરને જ્યાં સુધી રસ્તાનું સમારકામ ન થાય ત્યા સુધી એજન્સીને ચુકવણું ન કરવા હુકમ કર્યો હતો. છતાં નગરપાલિકાએ એજન્સીનું પેમેન્ટ ચુકવી દીધું છે. પણ તૂટેલા રસ્તાની મરામત કરી નથી. જેના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તાત્કાલિક વોર્ડ નંબર 7માં તૂટેલા રસ્તાનું સમારકામ કરવા સદસ્ય સમીરભાઇ કુરેશી અને શકિલએહમદ સૈયદે ફરી તંત્રને રજૂઆત કરી તપાસની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...