બેવડી ઋતુ:ઉનાળાનો પ્રારંભ છતા હજુ બેવડી ઋતુ, અમરેલીમાં સવારે ઠંડી બપાેરે ગરમી

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી
  • સોમવારે શહેરનું મહત્તમ 36.6 અને ન્યુનત્તમ તાપમાન 20 ડિગ્રી રહ્યું

હવામાન વિભાગ દ્વારા અાગામી ત્રણ દિવસ સુધી સાૈરાષ્ટ્રના કેટલાક જિલ્લામા હળવાથી મધ્યમ વરસાદની અાગાહી કરાઇ છે. જાે કે તેની વચ્ચે અમરેલી પંથકમા વહેલી સવારે ઠંડી અને બપાેરે ગરમી અેમ બેવડી ઋતુ પ્રવર્તી રહી છે. ઉનાળાનાે અારંભ થઇ ચુકયાે છે. જાે કે હજુ પણ અમરેલી પંથકમા વહેલી સવારે અને રાત્રીના સુમારે ઠંડક જાેવા મળી રહી છે. પાછલા કેટલાક દિવસાેથી હવામા ભેજનુ પ્રમાણ વધુ રહેતુ હાેય અહી વાતાવરણમા ઠંડક પ્રવર્તી રહી છે.

અાજે શહેરનુ મહતમ તાપમાન 36.6 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 20 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 41 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 4.3 કિમીની નાેંધાઇ હતી. શહેરમા વહેલી સવારે ઠંડી પડી રહી છે. જાે કે સુર્યનારાયણ ઉગતાની સાથે વાતાવરણ હુંફાળુ બની જાય છે અને બપાેર થતા સુધીમા લાેકાે ગરમીનાે પણ અનુભવ કરી રહ્યાં છે. અામ હજુ પણ અહી બેવડી ઋતુ જાેવા મળી રહી છે.

ખેડૂતાેને ખેત જણસાે ઢાંકીને લાવવા બાબરા યાર્ડનાે અનુરાેધ
બાબરા માર્કેટીંગયાર્ડના સેક્રેટરીઅે જણાવ્યું હતુ કે તારીખ 7/3 થી 9/3 દરમિયાન હવામાન વિભાગ દ્વારા સાૈરાષ્ટ્રના કેટલાક જિલ્લામા હળવાથી મધ્યમ વરસાદ પડવાની અાગાહી કરાઇ છે. ત્યારે ખેડૂતાેઅે પાેતાની ખેત જણસાેને તાલપત્રી અથવા પ્લાસ્ટિકથી ઢાંકીને યાર્ડમા લાવવા અનુરાેધ કરાયાે છે.

અન્ય સમાચારો પણ છે...