તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો રોષે ભરાયા:ખેડૂતાેને વ્યાજ માફીનાે પરિપત્ર છતાં પણ કેટલીક બેંકાે વસુલી રહી છે વ્યાજ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાક ધિરાણની મુદત 15 જુલાઇ સુધી કરી અાપવા ધારાસભ્ય ઠુંમરની માંગ

અમરેલી જિલ્લાના ખેડૂતાે વાવાઝાેડાથી પિડીત છે ત્યારે ખેડૂતાેને પાક ધિરાણની મુદત 15 જુલાઇ સુધી કરી દઇ વ્યાજદરમા પણ રાહત અાપવા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે માંગણી કરી છે. વિરજીભાઇ ઠુંમરે અા અંગે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યાે છે. જેમા તેમણે જણાવ્યું છે કે ચાલુ વર્ષમા ખેડૂતાે નવા જુનુ કરે તાે વ્યાજદરમા રાહત અાપતાે રાજય સરકારનાે પરિપત્ર છે. અામ છતા અમુક કાેર્મશીયલ બેંક તેનાે અમલ કરતી નથી.

સરકારે 30 જુન સુધી પાક ધિરાણ નવુ જુનુ કરવાની છુટ અાપી છે. જેના પર અમુક કાેર્મશીયલ બેંક 7 ટકા વ્યાજ વસુલી રહી છે. ખેડૂત પાક ધિરાણ સમય મર્યાદામા પુર્ણ કરે તાે રાજય સરકારના 4 ટકા અને નાબાર્ડના 3 ટકા વ્યાજની માફી મળે છે. અને રાજય સરકાર દ્વારા તેની જાહેરાત પણ કરાઇ છે. પરંતુ કેટલીક કાેર્મશીયલ બેંકાે વ્યાજદરમા રાહત અાપતી નથી.બેંકાેમા સરકારનાે અાવાે કાેઇ પરિપત્ર નથી. અેક તરફ કાેરાેનાના કારણે ખેડૂતાે પરેશાન છે અને ઉપરથી તાજેતરમા અમરેલી જિલ્લામા વાવાઝાેડાના કારણે ખેતીને માેટુ નુકશાન થયુ છે.

વિજ પુરવઠાે પુર્વવત થયાે નથી. તેવા સમયે ખેડૂતાેને પાક ધિરાણ માટે જે સમય મળવાે જાેઇઅે તે મળ્યાે નથી. માટે તેની મુદત 15 જુલાઇ સુધી સરકારે કરી અાપવી જાેઇઅે.અત્રે ઉલ્લેખની બની રહેશે કે, સરકારે પરિપત્ર બહાર પાડ્યો હોવા છતાં બેંકો ખેડૂતોને આવો કોઇ પરિપત્ર નથી કહેતા જિલ્લાના ખેડૂતો રોષે ભરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...