રજુઆત:વર્ષ પુરૂ થયુ છતા જિલ્લાની એકેય શાળાને આરટીઇ હેઠળ ફી ન મળી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળા સંચાલક મંડળના પ્રમુખની સરકારમાં રજુઆત

પ્રાથમિક શાળામા આરટીઇ અંતર્ગત અભ્યાસ કરતા બાળકોની ફી સરકાર દ્વારા શાળાઓને ચુકવવામા આવે છે. જો કે અમરેલી જિલ્લામા એકેય શાળાને આરટીઇ હેઠળ હજુ સુધી ફી ચુકવાઇ નથી. ત્યારે શાળા સંચાલક મંડળના પ્રમુખ દ્વારા આ પ્રશ્ને રજુઆત કરાઇ છે.

અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ હસમુખભાઇ પટેલ દ્વારા કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે હાલ અમરેલી જિલ્લામા તાલુકાની શાળાઓને ચાલુ શૈક્ષણિક વર્ષમા આખા વર્ષની ફી બાકી છે. નાણાકીય વર્ષ પુરૂ થયુ છે અને શૈક્ષણિક વર્ષ પણ તારીખ 7/5/222ના રીઝલ્ટ વિતરણ સાથે પુર્ણ થયુ છે. તેમ છતા હજુ શાળા સંચાલકોને આરટીઇ અંતર્ગત સરકાર તરફથી ચુકવવાની ફી મળી નથી.

તેમણે વધુમા જણાવ્યું હતુ કે આ બાબત વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે શાળા સંચાલકો માટે ખુબ અસરકર્તા છે. અમરેલી શહેરની શાળાઓ તેમજ જિલ્લામા અન્ય તાલુકાની શાળાઓને હજુ પ્રથમ હપ્તો જ આરટીઇ અંતર્ગત મળવાપાત્ર ફીનો મળ્યો છે. અને એ પણ 31 માર્ચ પછી મળ્યો છે.

કોરોના કાળ દરમિયાન સંવેદનાના ભાગરૂપે સમગ્ર રાજયના શાળા સંચાલકોએ 25 ટકા ફી માફ કરી છે. છેલ્લા બે વર્ષથી શાળાઓની પરિસ્થિતિ પણ ખુબ જ સંવેદનશીલ છે. ત્યારે સરકાર તરફથી આરટીઇ હેઠળ ચુકવવા પાત્ર ફી સમયસર મળે તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...