સહનશીલતાની હદ વટી ગઇ:તાઉ-તે વાવાઝોડાને છ મહિના વિતવા છતાં રાજુલા પંથકમાં હજુ વીજળી ગુલ, ખેડુતોએ કંટાળીને ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી

અમરેલીએક મહિનો પહેલા
  • પીજીવીસીએલની ઘીમી કામગીરીથી હજુ ઘણા વિસ્તારોમાં વીજળી પહોંચી નથી 5 દિવસમાં નિયમિત વીજળી નહી મળે તો અને ઉપવાસ પર બેસીશું: ખેડૂત
  • પિયતની જરૂરીયાતના સમયે જ વીજ ધાંધીયા, વાવેરાના ખેડૂતોને 5 માસથી મળે છે માત્ર વાયદા
  • આવેદન અપાયુ: ખાંભામાં 500 ટીસી નખાવાના બાકી, અધિકારીઓ ઓફિસમાં ગેરહાજર

તાઉ-તે વાવાઝોડાએ સમગ્ર સૌરાષ્ટ્રને ઘમરોળ્યું હતુ. ત્યારબાગ રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારો મારે કરોડો રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી, પરંતું પીજીવીસીએલની ઘીમી કામગીરીથી હજુ ઘણા વિસ્તારોમાં વીજળી પહોંચી નથી. ત્યારે રાજુલાના ઘણા ગામોમાં વીજળી ન પહોંચતાં ખેડૂતોની સહનશીલતા હવે પૂરી થઇ ગઇ છે. છેલ્લા 4થી 5 મહિનાથી અનેક લોકોએ આંદોલન આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. ત્યારે આજે રાજુલાના વાવેરા ગ્રામજનોએ વીજ કચેરીમાં પોહોંચી રોષ ઠાલવ્યો હતો સાથે આવેદનપત્ર આપી લેખિત રજુઆત કરી હતી અને જો મર્યાદીત સમયમાં પરિણામ નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ખેડૂતોની માંગ છે કે, પીજીવીસીએલ તંત્ર દ્વારા અધૂરું કામ પૂર્ણ કરવી અને સમગ્ર વિસ્તારને નિયમિત ખેતીવાડી વીજળી મળી રહે. રોષે ભરાયેલા ખેડૂતો વીજ કચેરીની લોબીમાં આવી બેસી ગયા હતા. જેના કારણે અગાઉથી જ અહીં વીજ અધિકારી ઓફિસમાં ગેર હાજર રહ્યા હતા. જેના કારણે ખેડૂતોમા વધુ રોષ જોવા મળ્યો હતો. હાલમાં ખેડૂતોને વીજળીના અભાવે ખેત પાકોને પાણી મળી શકતું નથી જેના કારણે નુકસાન જવાની ભીતિ સતત ઉદભવી રહી છે.

અમે 5 દિવસ પછી ઉપવાસ કરીશું

વાવેરા ગામના જાગૃત નાગરિક મહેન્દ્રભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે, અમારે 6 મહિના થયા હજુ ખેતીવાડી વીજળી મળી નથી. વિજ કચેરીમાં કોઈ જવાબ આપતુ નથી. ગામમાં વીજકર્મીઓ આવે તો કહે છે કે, થઈ જશે, થઈ જશે. પણ આજે 6 મહિના થયા કઇ થતું નથી. હવે અમે 5 દિવસમાં નહીં થાય તો ઉપવાસ કરવાના છીએ.

વાવેરા ગામના અગ્રણી ભરતભાઇ ધાખડાએ જણાવ્યું હતું કે, હવે વીજળી નહીં મળે તો ખેડૂતોના પાકને નુકસાન જાય તેમ છે. અહીંયા અધિકારીઓને ભીંસ પડે એટલે રજા પર ઉતરી જાય છે અને કહે છે કે, પાવર ચાલુ જ છે. અમારે તો પાવર આવતો નથી તો જાય છે ક્યાં? વાવાઝોડુ ગયું એને 6 મહિના થયા હજુ કામ નથી થયું.

પાંચ દિવસ પછી ઉપવાસ આંદોલન: ધાખડા
વાવેરા ગામના અગ્રણી ખેડૂત મહેન્દ્રભાઇ ધાખડાએ જણાવ્યું હતુ કે પાંચ માસથી ખેતીવાડીની વિજળી મળતી નથી. વિજ કચેરીમા કોઇ જવાબ આપતુ નથી. ગામમા વિજ કર્મચારી આવે તો થઇ જશે તેવો જવાબ મળે છે પણ કામ પુર્ણ થતુ નથી. હવે પાંચ દિવસ બાદ ખેડૂતો અહી ઉપવાસ આંદોલન કરશે.

જાફરાબાદના 12 ગામમાં વીજળી મળી નથી: વસોયા
ખેડૂત અગ્રણી રમેશભાઇ વસોયાએ જણાવ્યુ હતુ કે જાફરાબાદ તાલુકાના 12 ગામોમા હજુ વિજળી મળી નથી. હેમાળ, પાટી માણસા વિગેરે ગામોના ખેડૂતો હજુ ખેતીવાડીમા વિજળીની રાહ જોઇ રહ્યાં છે.

ખાંભા તાલુકામાં હજુ 500 ટીસી લાગ્યા નથી: દુધાત
ભારતીય કિસાન સંઘના સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી વિનુભાઇ દુધાતે જણાવ્યું હતુ કે ખાંભા તાલુકાના 57 ગામોમા હજુ 500 ટીસી લગાવવાના બાકી છે. વિજતંત્રને હેલ્પર મળતા નથી જેથી રીપેરીંગનુ કામ પણ થતુ નથી.

અન્ય સમાચારો પણ છે...