તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજખોરોનો ત્રાસ:16 લાખના વ્યાજ પેટે 7 વિઘા જમીન, કાર અને 27 લાખ ચૂકવ્યાં છતાં હજુ 22 લાખની ઉઘરાણી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અલીઉદેપુરના ખેડૂતે પિતાના કેન્સરની સારવાર માટે નાણાં લીધા હતા

અમરેલી પંથકના વ્યાજખાેરાે લાેકાેનુ લાેહી ચુસી રહ્યાં છે, સર્વસ્વ લુંટી રહ્યાં છે, અને જીવ પણ લઇ રહ્યાં છે. અલીઉદેપુરના ખેડૂતે પિતાની કેન્સરની સારવાર માટે 16 લાખની રકમ વ્યાજે લીધા બાદ ત્રણ વ્યાજખાેરાેએ તેનુ બધુ જ લુંટી લેતા પાેલીસ સુધી રાવ પહાેંચી છે.

હાલમા વિસાવદરના બદકમા રહેતા લાઠી તાલુકાના અલીઉદેપુર ગામના કિશાેરભાઇ ભીમજીભાઇ માલવીયા (ઉ.વ.53) નામના આધેડે આ બારામા લીલીયાના વ્યાજખાેર ભુપત અરજણ બંધીયા તેના પુત્ર હાર્દિક અને જાત્રાેડા ગામના વિજય હાદા બેલા સામે લાઠી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. જેમા તેણે જણાવ્યું હતુ કે વર્ષ 2015મા તેના પિતાને કેન્સરની બિમારી થઇ હાેય સારવાર માટે રૂપિયા 20 લાખની જરૂર પડી હતી. આ સમયે તેના ભત્રીજા મારફત ભુપત અને વિજયનાે સંપર્ક થયાે હતાે. તેમણે રૂપિયા 16 લાખની રકમ ત્રણ ટકાના વ્યાજે આપી હતી. જાે કે તે સમયે અઢી વિઘા જમીન પાેતાના નામે કરાવી લીધી હતી. ત્રણ મહિના સુધી ત્રણ ટકા વ્યાજ આપ્યા બાદ ચાેથા મહિનાથી ભુપતે પાંચ ટકા વ્યાજ માંગ્યુ હતુ. અને પાંચ ટકા વ્યાજ ન આપવુ હાેય તાે વધુ પાંચ વિઘા જમીન પાેતાના નામે કરવા કહ્યું હતુ. જેથી કિશાેરભાઇએ વધુ પાંચ વિઘા જમીન તેના નામે કરાવી દીધી હતી. વર્ષ 2018 સુધીમા તેણે વ્યાજ સહિત રૂપિયા 27 લાખની રકમ ચુકવી હતી.

આમ છતા ત્રણેય શખ્સાેએ વધુ 10 લાખની માંગણી કરી હતી. અને છરી બતાવી બે દિવસમા 10 લાખ નહી આપે તાે તેની કાર આપી દેવા ધમકી આપી હતી. બે દિવસ બાદ હાર્દિક તેની પાસે આવી જીજે 14 એએ 3050 નંબરની કાર બળજબરીથી લઇ ગયાે હતાે. એક પખવાડીયા બાદ તેમણે કાર પરત માંગી તાે ત્રણેય શખ્સાેએ તેને હવે તારે 22 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. આ શખ્સાેએ તેની વાડીએ આવી મારકુટ પણ કરી હતી. જેને પગલે કિશાેરભાઇએ આજે લાઠી પાેલીસ મથકે દાેડી જઇ ખુન ચુસનારા આ ત્રણેય વ્યાજખાેર સામે ફાેજદારી ફરિયાદ નાેંધાવી હતી. આમ, જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે છતાં બેફામ લોકોને લૂંટી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો