તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:ફોરવર્ડ હાઈસ્કૂલમાં પુરતી વ્યવસ્થા હોવા છતાં ધો. 11 વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીના છાત્રોને ન છૂટકે ખાનગી શાળામાં પ્રવેશ મેળવવો પડે છે
  • વર્ગ શરૂ નહીં થાય તો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આંદોલનની ચિમકી

અમરેલીમાં ગ્રાન્ટેડ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં પૂરતી વ્યવસ્થા હોવા છતાં પણ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ માટે ખાનગી શાળામાં તગડી ફી ચૂકવવી પડશે. આગામી દિવસોમાં બંધ કરેલા વર્ગો શરૂ નહી કરાય તો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

અમરેલી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંદીપભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવામાં આવ્યું છે. આગામી સમયમાં ધોરણ 11માં પ્રવેશ માટે છાત્રોની સંખ્યા વધશે. પણ રાજ્ય સરકાર ધોરણ 11ના વર્ગો બંધ કરી રહી છે. અમરેલીની કમાણી ફોરવર્ડ સ્કૂલમાં બિલ્ડીંગ, સાયન્સ સાધનો અને સ્ટાફની પૂરતી વ્યવસ્થા છે.

છતાં પણ રાજ્ય સરકાર ખાનગી શાળાને લાભ પહોંચાડવા માટે કમાણી ફોરવર્ડ સ્કૂલમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ કરી દીધા છે. શાળાના ભૂતપૂર્વ છાત્ર શરદભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઓછી ફીમાં સાયન્સ ભણી શકતા હતા. પણ સરકારે વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ કરી દીધા છે.

જેના કારણે વિદ્યાર્થીને ના છૂટકે ખાનગી શાળા પ્રવેશ મેળવવો પડશે. આગામી સમયમાં બંધ કરેલા વર્ગ શરૂ નહી કરાય તો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકત્રીત થઈ આંદોલન હાથ ધરવાની ચિમકી તેમણે ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...