માતાનું સ્પપ્ન:સાવરકુંડલાની યુવતિ લિખીત દેશ મારો રળિયામણો કાવ્ય વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં પસંદગી પામ્યું

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં અકાળે અવસાન પામેલ માતાનું સ્પપ્ન દિકરીએ સાકાર કર્યું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કાવ્ય લેખન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સાવરકુંડલાની મીરા નિતિનભાઈ કાલાવડિયાનું કાવ્ય દેશ મારો રળિયામણો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં પસંદગી પામ્યું હતું. કોરોના કાળમાં માતાના અવસાન બાદ દિકરીએ વર્લ્ડ રેકોર્ડ મેળવી તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આંતરરાષ્ટ્રીય મેગેઝિનના કમિટી મેમ્બરો અને તેના બ્રાંડ એમ્બેસેડર ઈવાબેન પટેલ દ્વારા એક દેશ ભક્તિ કાવ્ય અને શૌર્યગીત સ્પર્ધા યોજવામાં આવી હતી. અહી વિશ્વભરમાંથી સર્જકોએ પોતાના કાવ્યો રજુ કર્યા હતા. જેમાં 100 જેટલા કાવ્યોની પસંદગી કરવામાં આવી હતી. જે કાવ્યો આગામી દિવસોમાં એક પુસ્તકમાં પ્રકાશીત કરાશે. આ સ્પર્ધા અને બુકને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિએ રેકોર્ડ કરી છે.

જેમાં સાવરકુંડલાના 24 વર્ષીય મીરાંબેન કાલાવડિયાનુ કાવ્ય દેશ મારો રળિયામણો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં પસંદી પામ્યું હતું. યુવતિની માતા નયનાબેનનુ કોરોનામા અકાળે અવસાન થયું હતું. જે બાદ તેને મહેનત કરી માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. યુવતિને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા તરફથી ગોલ્ડ મેડલ, સર્ટિફિકેટ અને પોકેટપીન અપાતા અમરેલી જિલ્લા અને વાણંદ સમાજે તેમને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...