તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલો ફૂલ:રાજુલા પંથકમાં ડેન્ગ્યું અને મેલેરિયાએ પંજો ફેલાવ્યો

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજના 1500 દર્દીથી તમામ હોસ્પિટલો ફૂલ

રાજુલામાં વાતાવરણના પલ્ટાની અસર જોવા મળી છે. શહેરમાં ડેંગ્યુ, મેલેરીયા અને તાવના કેસમાં વધારો થયો છે. અહી સરકારી હોસ્પિટલથી માંડી ખાનગી હોસ્પિટલમાં દરરોજ 1500 જેટલા દર્દીની સારવાર કરવામાં આવે છે. શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે. પણ તંત્ર હાથ પર હાથ ધરી બેઠું છે. શહેરમાં ચારે તરફ ગંદકી જોવા મળે છે. યોગ્ય સફાઈ પણ થતી નથી.

રાજુલામાં તમામ સોસાયટીથી માંડી જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા રહે છે. તેમજ ચારે તરફ ગંદકી જ નજરે ચડે છે. જેના કારણે રાજુલાની 1.50 લાખની વસ્તીનું આરોગ્ય ખતરામાં મુકાયું છે. શહેરમાં ડેંગ્યુ અને મેલેરીયાના કેસ તેજ ગતીએ વધી રહ્યા છે. તાવનો પણ વાયરો છે. સરકારી હોસ્પિટલમાં દરરોજ 400 થી 500 દર્દીની ઓપીડી થઈ રહી છે. બીજી તરફ શહેરમાં 25 ખાનગી હોસ્પિટલ પણ હાઉસફૂલ થઈ છે.રાજુલામાં દરરોજના 1500 જેટલા દર્દીઓ જુદી જુદી હોસ્પિટલે સારવાર લેવા આવે છે.

મેડિકલથી માંડી લેબોરેટી પર દર્દીઓની લાઈનો લાગી છે. છતાં પણ નગરપાલિકા અને સ્થાનિક તંત્રએ લોકોના આરોગ્યની ચિંતા કરી નથી. કે પછી શહેરમાં ગંદકી સફાઈ થતી નથી. તેમજ દવાનો છંટકાવ પણ થતો નથી. ત્યારે શહેરના લોકોને માંદગીમાંથી બચાવવા માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠી છે.

સિવીલમાં એમડી ડોક્ટર જ નથી
રાજુલામાં ડેંગ્યુ અને મેલેરીયાના રોગે ભરડો લીધો છે. સરકારી હોસ્પિટલમાં દર્દીનો ઘસારો વધ્યો છે. રાજુલાની સરકારી હોસ્પિટલમાં એમડી ડોક્ટર જ નથી. બીજી તરફ શહેરમાં માત્ર બે જ એમડી ડોક્ટર છે. જેના કારણે મોટા ભાગના દર્દીઓને મહુવા અને ભાવનગર વધુ સારવાર માટે ખસેડવા પડે છે.

ચોતરફ ગંદકી, ચોમાસામાં શહેર- વાસીઓને ગંદુ પાણી વિતરણ કરાઇ
અહી ચોમાસાની સીઝનમાં શહેરમાં ચો તરફ ગંદકીને લીધે લોકો બીમાર પડી રહ્યાં છે. તો બીજી તરફ નગરપાલિકા લોકોને ગંદુ પાણી વિતરણ કરી રહી છે. જેના કારણે શહેરમાં રોગચાળો વકર્યો છે. બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે.

મોટા ભાગે પરપ્રાંતિય મજુરોમાં ઝાડા ઉલ્ટીના કેસ જોવા મળ્યા
રાજુલા પંથકમાં ઉદ્યોગીક એકમમાં મજુરી અર્થે આવેલા પરપ્રાંતિય મજુરો પણ માંદગીથી બચી શક્યા નથી. સૌથી વધારે ઝાડા અને ઉલ્ટીના કેસ પરપ્રાંતિય મજુરોમાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...