તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:અમરેલીમાં કાર્યરત દેનાબેંક શાખાને બીજા સ્થળે ન ફેરવાે

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચેમ્બર અાેફ કાેમર્સ દ્વારા બેંકના ચેરમેનને રજુઅાત

અમરેલીમા અાવેલ દેનાબેંક તાજેતરમા બેંક અાેફ બરાેડામા મર્જ થઇ છે. હાલ દેનાબેંકનુ બિલ્ડીંગ ગીરધરભાઇ સંગ્રહાલય બિલ્ડીંગમા કાર્યરત છે. ત્યારે અા બેંકને સ્ટેશન રાેડ પર ફેરવવાની હિલચાલ સામે ચેમ્બર અાેફ કાેમર્સ દ્વારા બેંકના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટરને રજુઅાત કરાઇ છે.

ચેમ્બર અાેફ કાેમર્સના પ્રમુખ મનાેજભાઇ ભટ્ટ દ્વારા કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે પુર્વવત દેનાબેંક કે જે બેંક અાેફ બરાેડામા મર્જ થઇ ચુકી છે. દેનાબેંક હાલ ગીરધરભાઇ સંગ્રહાલયના બિલ્ડીંગમા કાર્યરત છે. દેનાબેંકમા હાલ 30 થી 35 હજાર જેટલા ખાતાધારકાે છે. અા ઉપરાંત કરંટ અેકાઉન્ટના પણ 300 થી 500 ખાતા છે. દેનાબેંકને સ્ટેશન રાેડ પર અાવેલ બેંક અાેફ બરાેડા શાખામા સ્થળાંતર કરવાની જાહેરાત કરાઇ છે. જાે કે સ્ટેશન રાેડ પર અાવેલ બેંક અાેફ બરાેડાની શાખામા ગ્રાહકાેને પુરતી સુવિધા મળી શકે તેમ નથી. ત્યારે જે સ્થળે દેનાબેંક છે ત્યાં જ કાર્યરત રાખવામા અાવે તેવી માંગણી કરવામા અાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેશન રાેડ પર અાવેલ બેંક અાેફ બરાેડામા વાહન પાર્કિંગની પણ કાેઇ સુવિધા નથી જેના કારણે અહી અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ ગ્રાહકાેને પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો