તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:સાવરકુંડલાના લુવારા ગામની ક્ષત્રીય યુવતીને ન્યાય અપાવવા કાઠી ક્ષત્રિય સમાજનુ શક્તિ પ્રદર્શન

સાવરકુંડલાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

26 જાન્યુઆરીના દિવસે સાવરકુંડલા તાલુકાના લુવારા ગામએ પોલીસ દ્વારા રેડ કરી હતી અહી રેડ દરમિયાન કુખ્યાત ગુન્હેગાર અશોક બોરીચાની ધરપકડ કરાય હતી આ ધરપકડ વખતે તેમના ઘર પાસે પોલીસ દ્વારા ફાયરિંગ કરાતા અશોક બોરીચાની બહેન દ્વારા વીડિયો શૂટિંગ કર્યું હતું. આ વીડિયો શૂટિંગના આધારે પોલીસ દ્વારા ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાય હતી આ વાતને લઈને સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ અને કરણી સેનામાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો લુવારા પહોંચ્યા હતા અને શક્તિપ્રદર્શન કર્યું હતું.

રાષ્ટ્રીય કરણી સેના ઉપાધ્યક્ષ રાજ શેખાવત દ્વારા એક મોટી રણનીતિ ઘડવા માટે લુવારા ગામે બધાએ એકઠું થવાની જાહેરાત કરી હતી. ક્ષત્રિય સમાજના લોકો અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ સહિતના જિલ્લામાંથી ઉમટી પડ્યા હતા અને લુવારા ગામમાં પહોંચી શક્તિ પ્રદશન કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને ભાવનગર રેન્જ આઈ.જી.દ્વારા ગંભીરતા દાખવી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. અમરેલી જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ લુવારા ગામમાં પહોંચી લોકોને સમજાવટનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યુવાનો, કરણી સેના, સૂર્યસેનાના કાર્યકરો દ્વારા મોટી સભા કરવામાં આવી હતી અને ઉગ્ર આંદોલન માટે રણનીતિ માટે ચર્ચા વિચારણા કરી હતી. સાથે સાથે લુવારા ગામમા આવતા લોકોને પોલીસ દ્વારા અટકાવવાનો પ્રયાસ થયો હતો જેને લઈને ક્ષત્રિય સમાજમા રોષ જોવા મળી રહ્યો છે.

SP દ્વારા શાંતિ રાખવા અપીલ કરાય જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાય દ્વારા શાંતિ રાખવા માટે લોકોને અપીલ કરી હતી, ઉપરાંત રાજ્ય ચૂંટણી પંચની આચારસંહિતાના કારણે કોઈએ કાયદો હાથમાં ન લેવા બધાને અપીલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો