તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ કાયદાનો વિરાેધ:ભારત બંધના એલાનને પગલે આજે અમરેલીમાં કાેંગ્રેસના ધરણા, પ્રદર્શન

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાે કે તાલુકા મથકાેએ યાર્ડ ખુલ્લા રહેશે : હજુ વેપારીઓ બંધ પાળવા મુદ્દે અવઢવમાં
 • બંધના પગલે જિલ્લાની એસટી સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે: ડીટીઓ, નથવાણી

કૃષિ સંબંધિત નવા કાયદાના વિરાેધમા ચાલી રહેલ ખેડૂત આંદાેલનને પગલે આવતીકાલે 8મીએ ભારત બંધનુ એલાન અપાયુ છે. જેને પગલે અમરેલીમા પણ કાેંગ્રેસ તેમજ ખેડૂતાેના સંગઠનાે દ્વારા વિરાેધ પ્રદર્શન સહિત કાર્યક્રમાે કરવામા આવશે. અહી અમરેલી યાર્ડના વેપારીઓ બંધમા જાેડાશે જેને પગલે યાર્ડ બંધ રાખવાનાે નિર્ણય કરાયાે છે. જાે કે બાબરા, કુંડલા, રાજુલા, ધારી, બગસરા સહિત યાર્ડ ચાલુ રાખવામા આવશે.

કૃષિ કાયદા અંગે દિલ્હીમા પાછલા એક સપ્તાહ કરતા વધુ સમયથી ખેડૂતાે દ્વારા આંદાેલન ચલાવવામા આવી રહ્યું છે. ત્યારે ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતી દ્વારા આવતીકાલે 8મીએ ભારત બંધનુ એલાન આપ્યું છે. જેેને કાેંગ્રેસ તેમજ જુદાજુદા યુનિયનાે દ્વારા સમર્થન અપાયુ છે. કેન્દ્રની સરકાર ત્રણ ખેડૂત વિરાેધી બીલ સંસદમા પાસ કરીને ખેડૂતાે સાથે અન્યાય કરી હાેય અને આંદાેલન કરી રહેલા ખેડૂતાે સાથે હજુ સુધી કાેઇ સમજુતી પણ કરવામા આવી નથી.

ભારત બંધના એલાનને પગલે અમરેલીમા પણ વિરાેધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમા જિલ્લા કાેંગ્રેસ સમિતી ધરણા અને વિરાેધ પ્રદર્શન કરી આંદાેલનને ટેકાે આપશે. જિલ્લા કાેંગ્રેસ સમિતી વતિ જણાવાયું હતુ કે પરેશ ધાનાણીની આગેવાનીમા સમગ્ર દેશના ખેડૂતાેના હિત માટે ભારત બંધના નિર્ણયને સફળ બનાવવા અને ખેડૂતાેને ન્યાય અપાવવા જિલ્લાના ખેડૂતાે તેમજ વેપારીઓએ સ્વેચ્છાએ ટેકાે આપવા પણ અનુરાેધ કર્યાે હતાે. તાે અમરેલી માર્કેટીંગ યાર્ડના વેપારીઓ પણ બંધને સમર્થન આપવાના હાેય યાર્ડના સતાધીશાે દ્વારા આવતીકાલે યાર્ડ બંધ રાખવા નિર્ણય કરાયાે છે. અમરેલીમાં એસટી સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે.

સાવરકુંડલામા ખેડૂત એકતા મંચે પાઠવ્યું આવેદન
અમરેલી જિલ્લા ખેડૂત એકતા મંચના પ્રમુખ મહેશભાઇ ચાેડવડીયા તેમજ ખેડૂતાેએ આજે મામલતદાર મારફત રાષ્ટ્રપતિને પાઠવાયેલા આવેદનમા જણાવાયું હતુ કે સરકારે કૃષિ સંબંધિત ત્રણ કાયદા બનાવ્યા છે. આ કાયદાઓ અંગે ખેડૂતાેએ કયારેય માંગ કરી નથી. સરકારે ખેડૂત સંગઠનાે પાસેથી કાેઇ સુચન પણ મંગાવ્યા ન હતા. આ કાયદાઓની રચનાથી ખેતીનુ ખાનગી કંપનીકરણ થઇ જશે જેથી ખેડૂતાેને ભવિષ્યમા ગંભીર નુકશાનકારક થશે. ત્યારે v કાયદાઓ રદ કરવા માંગ કરાઇ હતી.

કયા યાર્ડ ખુલ્લા રહેશે ?
અમરેલી યાર્ડમાં કમિશન એજન્ટ અને વેપારીઓ જાહેર હરરાજીથી અલિપ્ત રહવાના હોય માત્ર હરરાજીનું કામકાજ બંધ રહેશે. અન્ય કામગીરી અને શાકભાઇ વિભાગની કામગીરી રાબેતા મુજબ રહેશે.જયારે ધારી યાર્ડના ચેરમેન મનસુખભાઇ ભુવાએ જણાવ્યું હતુ કે ધારી યાર્ડ ખુલ્લુ રહેશે. આ ઉપરાંત સાવરકુંડલા યાર્ડમા ખેડૂતાે આવશે તાે યાર્ડ શરૂ રાખવામા આવશે તેમ જાણવા મળ્યું હતુ. તાે રાજુલા તેમજ બગસરા યાર્ડ દ્વારા કાેઇ નિર્ણય લેવાયાે ન હતાે. બાબરા યાર્ડ પણ શરૂ રખાશે.

ભારતીય કિસાન સંઘનું બંધને સમર્થન નહી: ભંડેરી
ભારતીય કિસાન સંઘના અમરેલી જિલ્લા પ્રમુખ વસંતભાઇ ભંડેરીએ જણાવ્યું હતુ કે દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદાેલન મધ્યે આપવામા આવેલ ભારત બંધના એલાનને કિસાન સંઘનુ સમર્થન નથી. હજુ કેન્દ્ર સરકાર સાથે મંત્રણાનાે દાેર ચાલી રહ્યાે છે. સરકાર પણ તેમા સંશાેધન કરવા વિચારણા કરી રહેલ છે. હજુ પણ તા. 9/12ના રાેજ ચર્ચા નિયત થશે. કિસાન સંઘે અગાઉ પણ નવા કૃષિ સુધારાને આવકાર્યુ હતુ પરંતુ તેમા ત્રણ સુધારા જેવા કે માર્કેટની બહાર કે અંદર કયાંય એમએસપીથી નીચે ખરીદી ન થાય તેવી જાેગવાઇ, વેપારીઓ દ્વારા નાણાની ગેરંટી મળે અને વિવાદના સમયે જિલ્લામા જ કૃષિ ન્યાયાલયની રચના થાય વિગેરે સુચનાે કરાયા હતા.> વસંતભાઇ

​​​​​​​ધારીમાં વેપારીઓ બંધમાં નહી જાેડાય
​​​​​​​ધારી ચેમ્બર ઓફ કાેમર્સના પ્રમુખ પરેશભાઇ પટ્ટણીએ જણાવ્યું હતુ કે આવતીકાલના બંધના એલાનમા વેપારીઓ નહી જાેડાય અને વેપાર ધંધા ખુલ્લા રહેશે. જયારે અમરેલીમા પણ વેપારીઓ પાેતાના વેપાર ધંધા ખુલ્લા રાખશે.> પરેશભાઇ પટ્ટણી, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો