અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. નાના-મોટા ચેકડેમોને લીધે ખેડૂતોને કુવા બોર માં પાણીના સ્તરો ઉંચા આવતા હોય છે તેના કારણે ખેડૂતોને સારા પાણી મળી રહે છે પરંતુ અમરેલી જિલ્લાના અનેક ડેમો રિનોવેશન ન કર્યા હોવાને કારણે સાવરકુંડલા તાલુકાના બાઢડા અને જાબાળ પાસે આવેલ સુરજવડી નદી ઉપર આવેલ નાની સિંચાઇ યોજનાનો સુરજવડી ડેમ છેલ્લા પાંચ વર્ષથી તૂટી ગયેલો છે. તેના કારણે ડેમનું પાણી સદંતર વહેતું રહે છે. ગામના સ્થાનિકો એ અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિવસ સુધી આ ડેમને રીપેરીંગ કરવામાં આવ્યો નથી માત્ર સર્વે કરી ને અધિકારી જતા રહે છે. ડેમ ડેમેજ થવાને કારણે તે વિસ્તાર ના ખેડૂતોના કુવા બોરના પાણી ના સ્તર નીચા ગયા છે. છે હાલ ખેડૂતોને ઉનાળુ પાક લેવામાં પણ મુશ્કેલી પડી તેવું વર્તાઈ રહ્યું છે. વહેલી તકે આ ડેમ ને રીપેરીંગ કરવામા આવે તો જાબાળ અને બાઢડા ગામના ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે.
અમરેલી જિલ્લા સિંચાઇ વિભાગના ચેરમેન ફંડોલિયા એ જણાવેલ કે, જિલ્લા માંથી 107 જેટલી અરજીઓ નાની સિંચાઇ યોજનાના ડેમોને રીપેરીંગ કરવા માટે આવી છે. તેમાંથી 55 જેટલી દરખાસ્તો ગાંધીનગર સિંચાઇ વિભાગને મોકલી આપી છે.થોડા દિવસ પહેલા અમરેલી ખાતે મુખ્યમંત્રી આવેલા તેમની પાસે સિંચાઇ વિભાગના ચેરમેનને રજૂઆત કરી છે. ત્યારે સરકારે વહેલીતકે મંજૂરી આપવાની ખાત્રી આપી છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર ખેડૂતોના હિત માં ક્યારે મંજૂરી આપે છે.
બાઢડા ગામના સરપંચ શાંતિભાઈ શેલડીયા એ કહ્યું કે, અમારી ફરિયાદ માત્ર અધિકારીઓ સાંભળીને ડેમ રીપેરીંગ થઈ જશે તેવું માત્ર આશ્વાસન માત્ર આપી પોતાની જવાબદારી માંથી છટકી રહ્યા છે. જ્યારે આ ડેમ ચોમાસા પહેલા રીપેરીંગ કરવામા આવે તે પણ જરૂરી છે.
સિંચાઇ મંત્રીને બે વખત રજઆત કરવામાં આવી
સિંચાઇ સમિતીના ચેરમેન કાળુભાઇ ફિંડોલીયાએ જણાવ્યું હતુ કે તુટી ગયેલા ડેમોની મરામત માટે તેમણે ગાંધીનગરમા સિંચાઇ મંત્રી ઋષિકેશ પટેલને બે વખત મળી દરખાસ્ત મંજુર કરવા રજુઆત કરી છે. તેમણે પણ ઝડપથી આ દરખાસ્તો મંજુર કરવા ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.