તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:લાઠીમાં ગાગડિયો નદીમાં ભૂગર્ભ ગટરનું પાણી જતું અટકાવવા માંગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરાઇ

લાઠીમાં આવેલ ગાગડીયો નદીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે. શહેરીજનો નદીનું ગંદુ પાણી પી રહ્યા છે.જેના કારણે આગામી દિવસોમાં શહેરમાં રોગચાળો વકરે તેવી દહેશત ઉભી થઇ છે. ચેમ્બર ઓફ કોમર્સે ગાગડીયો નદીમાં ભળતુ ગંદુ પાણી અટકાવવા માટે પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. લાઠી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એમ.જે.ડાંગરે પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ગાગડીયો નદીમાં વેણકીના નાળા પાસે મહાવીરનગર, ખોડીયારનગર અને બગીચા પ્લોટ જેવા મોટા વિસ્તારોની ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી નદીમાં વહે છે. અહીં આવારા તત્વોએ ભૂગર્ભ ગટરની કુંડી તોડી પાડી છે.

જેના કારણે ગંદુ પાણી સીધું નદીમાં ભળી જાય છે. અને શહેરીજનો નદીનું પાણી પીવે છે.જેના કારણે આગામી દિવસોમાં શહેરભરમાં રોગચાળો ફેલાય તેવી દહેશત ઉભી થઇ છે. આવા સમયે નગરપાલિકા તાત્કાલિક ગાગડીયો નદીની સફાઈ કરી લોકોને રોગચાળાના મુખમાંથી બચાવે તેવી ચેમ્બર ઓફ કોમર્સે માંગણી કરી હતી.

નદીમાં રીવર ફ્રન્ટ બનાવવા ગ્રાન્ટ ફાળવી
લાઠી ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું હતું કે ગાગડીયો નદી પર રીવર ફ્રન્ટ બનાવવા માટે મુખ્યમંત્રીએ ગ્રાન્ટ ફાળવી હતી. પણ અત્યારે રીવર ફ્રન્ટની જગ્યાએ નદીમાં ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...