દામનગર રેલવે સ્ટેશન પર મહુવા- સુરત ટ્રેનને સ્ટોપ નથી. જેના કારણે મુસાફરોને હાલાકી વેઠવી પડે છે. જુદાજુદા સંગઠનોની વારંવાર રજૂઆતનું પણ કોઈ નિરાકરણ આવતું નથી. અહી અધિકારીઓ અને નેતાઓએ ટ્રેનના સ્ટોપ બાબતે ચુપકીદી સાધી લીધી છે. લાઠી અને દામનગર પંથકમાંથી હજારો રત્નકલાકારો સુરત ખાતે હીરા ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. ઉપરાંત અમરેલી જિલ્લો વેપારક્ષેત્રે સુરત સાથે જોડાયેલો છે.
દામનગર પંથકમાંથી વેપારી હોય કે મુસાફરોને ટ્રેનમાં સુરત જવું હોય તો અન્ય શહેરમાં જવું પડે છે. કારણ કે સુરત મહુવા ટ્રેનને દામનગર રેલવે સ્ટેશન પર સ્ટોપ નથી. અહી સ્ટોપ આપવા અંગે દામનગરની જુદી જુદી સંસ્થાઓએ રજૂઆત કરી હતી.તેમ છતાં હજુ સુરત મહુવા ટ્રેનને દામનગરમાં સ્ટોપ મળ્યો નથી. જેના કારણે મુસાફરોને અનેક અગવડો વેઠવી પડે છે. રાજકીય નેતાઓ પણ ચૂંટણી સમયે વચનોની ભરમાર બોલાવે છે. પરંતુ ખરા અર્થમાં દામનગરમાં લોકોની સમસ્યાનો નિકાલ થતો નથી. ત્યારે દામનગર રેલવે સ્ટેશન પર સુરત મહુવા ટ્રેનને સ્ટોપ આપવા માંગણી ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.