રજુઆત:રાજુલા પંથકમાં એસટીના બંધ રૂટાે શરૂ કરવા માંગ

અમરેલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર ઓફ કાેમર્સ દ્વારા ડેપાે મેનેજરને રજુઆત કરાઇ

રાજુલા પંથકમા પાછલા ઘણા સમયથી અેસટી બસના અનેક રૂટ બંધ હાેય આ પ્રશ્ને ચેમ્બર અાેફ કાેમર્સ દ્વારા રાજુલા ડેપાે મેનેજરને લેખિતમા રજુઆત કરવામા આવી હતી.રાજુલાથી જાફરાબાદ જામજાેધપુર રૂટની અેસટી બસ અગાઉ શરૂ હતી પરંતુ કાેઇ કારણાેસર બંધ કરી દેવામા આવી છે. હાલમા મહુવા સુરત ટ્રેન પાંચ દિવસ તથા મહુવા બાંદ્રા ટ્રેન બે દિવસ ચાલુ હાેય રાજુલાથી જંકશન સુધી ટ્રેનના સમયે અેસટી બસ દાેડાવવામા આવે તાે મુસાફરાેને રાહત થઇ શકે તેમ છે.

આ ઉપરાંત રજુઆતમા જણાવાયું હતુ કે રાજુલા સુરત તેમજ અમદાવાદની રાત્રે સ્લીપીંગ બસ શરૂ કરવા તેમજ રાજકાેટથી રાજુલા આવવા માટે સાંજે 5 કલાકે અેકસાથે ત્રણ બસ મળે છે તેમા ફેરફાર કરી રાજકાેટથી રાજુલા આવવા માટે સાંજે 7:30 કે 8 કલાકે બસ ઉપડે તેવી વ્યવસ્થા કરાવવા માંગણી કરાઇ હતી. તેમજ રાજુલાથી ભાવનગર જવા માટે સવારે 5:30 કલાકે બસની વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...