તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રાજુલાના દાતરડી નજીક નેશનલ હાઇવેની કામગીરી શરૂ કરવા માંગ, ગામના અગ્રણીની મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી દિવસોમાં માંગ નહીં સ્વિકારાય તો આંદોલન

રાજુલા તાલુકાના દાતરડી નજીક નેશનલ હાઇવેની કામગીરી શરૂ કરવા માટે ગામના અગ્રણી મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. અહીં ગ્રામજનોની માંગણીને આઠ દિવસમાં સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.દાતરડીના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે અહીંથી ભાવનગર નેશનલ હાઈવે પસાર થાય છે. માર્ગ પર ફૂટ ફૂટના ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે. ઉડતી ધૂળથી સ્થાનિક લોકોના હાલ બેહાલ થઇ રહ્યા છે. ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવેના અધિકારીઓને વારંવાર રજૂઆત અને આંદોલન કરવા છતાં પણ આજ દિન સુધી રોડની કામગીરી શરૂ કરાઇ નથી. કે પછી માર્ગનું રીપેરીંગ કરાતું નથી. દાતરડીથી લોકોને નાના-મોટા કામ માટે દરરોજ રાજુલા જવું પડે છે. પણ નઘરોળ નેશનલ હાઈવેના અધિકારીઓની મનમાનીથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે તાત્કાલિક દાતરડી નજીક નેશનલ હાઈવે ની કામગીરી શરૂ કરવા માટે ગ્રામજનોમાં માંગણી ઉઠી છે. અહીં આઠ દિવસની અંદર રોડ પર માટી અને પાણીનો છંટકાવ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવેના અધિકારીઓની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો