તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મહુવા-સુરત-બાંદ્રા ટ્રેનને દામનગર સ્ટાેપ અાપવા માંગ

દામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્ય ઠુંમર દ્વારા રેલવેના ડિવીઝનલ મેનેજરને રજુઅાત

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ભાવનગરના ડિવિઝનલ મેનેજરને પત્ર પાઠવી સુરત મહુવા બાંદ્રા ટ્રેનને દામનગર સ્ટોપ આપવા રજુઆત કરી હતી. તેમણે પત્રમા જણાવ્યું હતુ કે અઠવાડિયામાં ત્રણ વખત ચાલતી આ ટ્રેનને અગાઉ સાંસદ તરીકે તે વખતના રેલવે પ્રધાન લાલુ પ્રસાદ પાસે રજુઆત કરેલ હતી અને શરૂ કરાવી હતી. ખરેખર આ રેલવે ટ્રેક બન્યો ત્યારે પેસેન્જર ટ્રેન કયારેય આ ટ્રેક પર ન દોડે તેવો સેધ્ધાંતિક નિર્ણય સાથે પીપાવાવ પોર્ટ અને રેલવે વિભાગે દેશમાં સૌપ્રથમવાર ભાગીદારી કરેલ હતી. પરંતુ સખત મહેનતન કરી નિર્ણય અને નિયમોમાં ફેરફાર કરી આ ટ્રેક પર પેસેન્જર ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાવેલ હતો.

હવે આ ટ્રેન દૈનિક શરૂ થઈ રહી છે. અને તેના માટેના અમરેલીના સાંસદના પ્રયાસો સરાહનિય છે. પણ દામનગરને સ્ટોપેજ આપવો અતિ જરૂરી છે. અહીંથી મોટાભાગના લોકોને ટ્રેનનો સીધો ઉપયોગ થઈ શકે તેમ છે. ત્યારે જો અહીં સ્ટોપ નહિ આપવામાં આવે તો દામનગરના રત્ન કલાકારો,સ્થાનિક વેપારીઓને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો